કોરોનાના તમામ લક્ષણો હોવા છતાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા સારવાર ન મળી અને અંતે ડોક્ટરનું થયું મોત
દિલ્હીની મૌલાના આઝાદ ઈન્સ્ટીટ્યુટ ફોર ડેન્ટલ સાયન્સિસમાં કામ કરતા અને કોરોનાના લક્ષણો હોવાની ફરિયાદ કરી રહેલા જૂનિયર ડોક્ટરનું મોત થઈ ગયું. મૃતક ડો. અભિષેક ભાયાણાના પરિવારે જણાવ્યું કે, તેનામાં 10 દિવસ પહેલા જ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને ગુરુવારે તેમનું મોત થઈ ગયું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ડેન્ટલ ઈન્સ્ટીટ્યુટના ઓરલ સર્જરી વિભાગમાં કાર્યરત ડો. અભિષેકના ભાઈ અમનએ જણાવ્યું કે, મોતના થોડા કલાકો પહેલા જ તેણે છાતીમાં ભાર અને શ્વાસ લેવામાં મુશ્કેલી વિશે ફરિયાદ કરી હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસને મૃતક ડોક્ટરના ભાઈએ જણાવ્યું, ડોક્ટરની છાતીનો એક્સ-રે કરવામાં આવ્યો હતો, જેમાં તેને ચેસ્ટ ઈન્ફેક્શન હોવાનું જણાવાયું હતું. અમને એમ હતું કે તેને વાઈરલ ફીવર થયો છે. પરંતુ તે સતત કહી રહ્યો હતો કે તેના લક્ષણો ચેસ્ટ ઈન્ફેક્શનના નથી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
ગુરુવારે સવારે ડોક્ટરને ચક્કર આવવા લાગ્યા. તેની સ્થિતિ ખરાબ થતી જોઈને પરિવાર નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં ડોક્ટરને લઈ ગયો. અહીં ડોક્ટર્સે તેને ઓક્સીજન આપ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પરિવારે જણાવ્યું કે 26 વર્ષના ડોક્ટરનો કોરોના રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, અભિષેક કોવિડ-19 વોર્ડમાં પોસ્ટ નહોતો કરાયો, તે શંકાસ્પદ દર્દીઓના સ્ક્રીનિંગમાં સામેલ હતો.
દિલ્હીમાં 2000થી વધુ ફ્રન્ટલાઈન વર્કસ સંક્રમિત
ઉલ્લેખનીય છે કે હાલમાં જ દિલ્હીમાં LNJP હોસ્પિટલના ફ્રન્ટલાઈન વર્કર અને સીનિયર ડોક્ટરનું કોરોનાથી મોત થઈ ગયું હતું. દિલ્હી સરકારે એપ્રિલ મહિનામાં જ જાહેરાત કરી હતી કે કોરોનાથી કોઈ ફ્રન્ટલાઈન વર્કરનું મોત થાય છે તો પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જોકે દિલ્હીમાં ડ્યુટી પર કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય તેવા ફ્રન્ટલાઈન વર્ક્સનો ચોક્કસ આંકડો નથી પરંતુ અંદાજ મુજબ તેમની સંખ્યા 2000થી વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

