જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર, ધો.10માં નાપાસ થયા બાદ ફરી તૈયારી કરતો હતો

આજના યુગનું ભણતર એટલી હદે ભારે થતું જાય છે કે વિદ્યાર્થીઓ (Students) આપઘાત પર ઉતરી આવ્યા છે. જૂનાગઢ (Junagadh)માં વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide)કરી લેતા ખળભળાટ મચી જવા પામી છે. સ્વામીનારાયણ મંદિર (Swaminarayan Temple)માં વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ મોતને વ્હાલું કેમ કર્યું તેનું કારણ અકબંધ છે. ધોરણ-10 (Std.10)માં નાપાસ થયા બાદ આપઘાત કરનાર વિદ્યાર્થી ફરી તૈયારી કરતો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ધોરણ-10માં નાપાસ થયા બાદ આ વિદ્યાર્થી ફરીથી તૈયારી કરતો હતો. મંદિરમાં આપઘાત સામે આવતા જ ચકચાર મચી ગઈ હતી.

વહેલી સવારે પોતાના જ રૂમ 15માં ગળાફાંસો ખાધો છે. આ વિદ્યાર્થીનું નામ ઉત્સવ છે. વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે. મૃતક વિદ્યાર્થી બગસરા તાલુકાના પીપરિયા ગામનો રહેવાસી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો