જૂનાગઢમાં યુવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી, દોડાવી-દોડાવી માર્યા છરીના ઘા

જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પલેક્ષ પાસે એક યુવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જેમાં યુવાનના શરીર પર જાહેરમાં છરીથી ઘા કરી હુમલાખોરો ફરાર થઈ જાય છે. જોકે, પોલીસને આ મામલે નજીકમાં રહેતા સીસીટીવીના ફૂટેજ (CCTV Video) મળતા આરોપીઓને શોધવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે જૂનાગઢ (Junagadh) શહેરના ઝાંઝરડા રોડ ઉપર બાબા કોમ્પલેક્ષ પાસે ફરિયાદી ફારૂકભાઈ હસનભાઈ ઘોઘારી યુવી. 50 રહે. સરદાર બાગ, ગરીબ નવાઝ સોસાયટી, જૂનાગઢની રસની લારી ઉપર તેઓ સાથે અગાઉના મન દુઃખના કારણે ઝઘડો કર્યો હતો, આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ અને એક સગીર દ્વારા છરી વડે હુમલો કરી, છાતી, માથામાં તથા બંને પગમાં ગંભીર ઈજાઓ કરવામાં આવતા, ખૂનની કોશિશનો ગુન્હો નોંધી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.બી. સોલંકી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ મામલે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમો દ્વારા સગીર આરોપીને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય કુખ્યાત આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ પોતાની પાસેની હીરો હોંડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને નીકળેલ હોઈ, સીસીટીવી ફૂટેજ ચેક કરતા, રાજકોટ તરફ ગાયેલાનું જણાઈ આવેલ હતું. ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.આઈ.ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના હે.કો. વી.કે.ચાવડા, પો.કો. સાહિલભાઈ, સહિતનીની ટીમ દ્વારા આરોપીનું પગેરું દબાવતા, તેમજ સીસીટીવી કેમેરાના સર્વેલન્સ મારફતે પીએસઆઇ પી.એચ.મશરૂની ટીમને માહિતી મળેલ કે, આગલી રાતે આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ પોતાના મોટર સાયકલ લઈને પરત જૂનાગઢ આવેલ છે.

આ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમની ટીમ દ્વારા વહેલી સવારે ચિતાખાના ચોક, જીવાશા ચકલા પાસેથી ગણતરીના દિવસમાં આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલા જાતે ગામેતી ઉવ. 21 રહે. મૅમણ કોલોની, સરદાર બાગ, જૂનાગઢ ને પકડી પાડી, ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલ આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલાની પૂછપરછમાં પોતાને ફરિયાદીના દીકરા સાથે રેકડી બાબતે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ તે બાબતે અવાર નવાર બોલાચાલી કરતો હોય, જેથી પોતે પોતાના સગીર મિત્ર સાથે મળી, મારામારી કરી લીધેલાની કબૂલાત પણ કરવામાં આવી છે. આ મામલે પોલીસે આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલાની ધરપકડ કરી, સઘન પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો