જૂનાગઢના ભવનાથમાં માનવભક્ષી દીપડાનો આંતક, સૂતેલા સાધુ પર હુમલો કરતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું..

જૂનાગઢમાં હાલ દીપડાના હુમલામાં એક સાધુનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. જૂનાગઢના ભવનાથમાં દીપડાએ સાધુ પર હુમલો કરતા સાધુનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ માનવભક્ષી દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી. વનવિભાગ અને પોલીસે હાથ સંયુક્ત ઓપરેશન ચલાવીને તપાસ કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં દીપડાએ બે સાધુ પર હુમલા કરી અને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં આવેલા એક આશ્રમમાં એક સંત પોતાના શયન આસનમાં હતા ત્યારે એક માનવભક્ષી દીપડો તેમને ત્યાંથી ઉઠાવી ગયો હતો. સાધુની પથારીએથી તેમને દબોચી દીપડો નજીકની ઝાડીમાં લઈ ગયો હતો અને સાધુને ફાડી ખાધા હતા. દીપડો સાધુને 200 મીટર દૂર લઈ ગયો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ફફડાટ વ્યાપેલો છે. એક અઠવાડિયામાં નરભક્ષી દીપડાનો આ બીજો હુમલો છે. આ અઠવાડિયામાં અગાઉ પણ દીપડાએ હુમલો કરીને એક સાધુને ફાડી ખાધા હતા ત્યારે એક જ દીપડો હુમલો કરી રહ્યો હોય તેવી શંકા સેવાઈ રહી છે.

જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં આવેલા એક આશ્રમમાં હાલ જે ઘટના બની છે, તેમાં ભોગ બનનાર મૃતક સાધુનું નામ ઓમકારગીરી છે. વનવિભાગની ટીમને ગિરનારના જંગલમાંથી ઝાડીમાં સાધુનો ફાડી ખાધેલો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાથી સાધુઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અને તેમણે માંગણી કરી છે કે, વનવિભાગ તાત્કાલિક આ દીપડાને પાંજરે નહીં પુરે તો આગામી સમયમાં વધુ અમંગળ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ઘટના બાદ વનવિભાગની ટીમે પણ જંગલમાં દીપડાની શોધખોળ હાથ ધરી છે પરંતુ વિસ્તારમાં અનેક સિંહ દીપડા હોવાના કારણે માનવભક્ષી દીપડો કયો છે તે તપાસ કરવા માટે વનવિભાગે જહેમત ઉઠાવવી પડશે. વન વિભાગે અત્યાર સુધી બે દીપડાને ઝડપી પાડયા છે. પરંતુ આ માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો