અમદાવાદ: જુહાપુરામાં કાલુ ગરદનનો ફરી આતંક, ‘સબ લોગ દુકાન બંધ કર દો, વરના કાટ ડાલુંગા’ એવી ધમકી આપતા ટપોટપ દુકાનો બંધ થઈ ગઈ

અમદાવાદ- ખંડણીખોર અને દારૂનો લિસ્ટેડ બુટલેગર એવો જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદન ફરી તેના વિસ્તારમાં આતંક મચાવતો હોવાની ફરિયાદો ઉઠી છે. તે તેના વિસ્તારોમાં દુકાન બંધ કરાવવા માટે તલવાર અને ધારિયા લઇને નીકળ્યો હતો. કાલુ ગરદને લોકોને દુકાન બંધ નહીં કરે તો કાપી નાખવાની ધમકી આપી હતી. જે બાદમાં બે લોકોને તલવારના ઘા મારતા વેજલપુર પોલીસે કુલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે.

જુહાપુરામાં રહેતા રહેમાનભાઇ શેખ તેમના પરિવાર સાથે ઘરે હતા ત્યારે કોઇનો ફોન આવ્યો હતો કે તેમના દીકરા અનીશ પર કોઈએ હથિયારથી હુમલો કર્યો છે. જુહાપુરાના એક પાન પાર્લર પર તે હાજર હતો ત્યારે આઇ20 કારમાં કુખ્યાત કાલુ ગરદન તેના સાગરિત સરફરાઝ લપલપ અને અન્ય બે શખ્સો આવ્યા હતા અને બોલાચાલી કરી હતી. જે બાદમાં તલવાર અને ધારિયાથી હુમલો કર્યો હતો. અનીશ અને અન્ય એક વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડ્યા હતા.

વેજલપુર પોલીસને જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે તપાસ કરી તો અન્ય એક વેપારી પણ પોલીસ પાસે આવ્યો હતો. વેપારીએ કહ્યું કે કાલુ ગરદન, સરફરાઝ લપલપ અને અન્ય બે શખ્સો હથિયારો સાથે આવ્યા હતા અને દુકાનો બંધ કરવા ધમકી આપી હતી. જો દુકાનો બંધ નહીં કરે તો કાપી નાખશે તેવી ધમકી આપતા લોકોએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી.

આ મામલે વેજલપુર પોલીસે કાલુ ગરદન સહિત ચાર લોકો સામે બે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યાની કોશિષ અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ક્રાઇમ બ્રાંચ, વેજલપુર પોલીસે અનેકવાર કાલુ ગરદન સામે પ્રોહિબિશન, મારામારી, ધમકી જેવી અનેક ફરિયાદો નોંધી છે. કાલુની અગાઉ ધરપકડ પણ થઇ હતી. કાલુ જેલ બહાર આવતા જ તેણે આ વિસ્તારમાં આતંક મચાવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો