સંયુક્ત ફેમિલીમાં રહેવાના આ છે ગજબ ફાયદાઓ જે જાણીને તમે તમારો વિચાર બદલી દેશો

સંયુક્ત ફેમિલની નીંવ એ જ છે કે જેમાં બધા જ પરિવાર એકબીજા સાથે પ્રેમથી રહે છે. જો કે આજની બદલતી વિચારશૈલીના કારણે કપલ લગ્ન બાદ તેના માતાપિતાથી અલગ થઈ જવાનું પસંદ કરે છે. આજે આ જ ઘર-ઘરની કહાણી છે. જો કે પરિવારથી અલગ થઈને કપલે બહુ બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો આપ મેરેજ બાદ આવું કંઇક વિચારતા હો તો પહેલા જોઈન્ટ ફેમેલિમાં રહેવાના ફાયદા સમજી લો.

જોઈન્ટ ફેમિલીના ફાયદા

-લડાઈ ઝઘડા તો દરેક ઘરમાં થાય છે પરંતુ પરિવાર સાથે મળીને મસ્તી મજાક અને આનંદ કરવાનો જે અવસર સંયુક્ત ફેમેલિમાં મળે છે તે વિભક્તમાં નથી મળતો. ખાસ કરીને જ્યારે કોઇ ફેસ્ટીવલ હોય તો પરિવારના સભ્યો જે રીતે મળીને તેને સેલિબ્રેટ કરે છે. જેની મજા અનેરી હોય છે.

 

 

-પરિવારથી અલગ રહેવાનો એક ગેરફાયદો એ પણ છે કે, બધા જ કામ એકલાએ જ કરવા પડે છે. કામનું શેરિંગ નથી થતું જ્યારે સંયુક્ત પરિવારમાં કામ વહેંચાય જાય છે. બધા સાથે મળીને કામ કરતા હોવાથી બોજ વહેંચાય જાય છે અને સરળતાથી બધા જ કામ પાર પડી જાય છે.

-જે બાળક સંયુક્ત પરિવારમાં ઉછેરે છે તે બાળકની માનસિકતા વિભક્ત કુંટુંબમાં ઉછેરલા બાળક કરતાં તદન અલગ હોય છે. સંયુક્ત ફેમિલિમાં ઉછેરલ બાળકમાં શેરિંગના સંસ્કાર આવે છે. જે એડજસ્ટમેન્ટ પણ કરી લે છે જ્યારે વિભક્ત પરિવારમાં બાળક જિદ્દી અને અડિયલ અને સ્વાર્થી થવાની શક્યતા વધે છે. સંયુક્ત પરિવારમાં બાળક નાનેથી તેના ભાઈ બહેનને મુશ્કેલીમાં મદદ કરવાનું શીખે છે.

-સંયુક્ત ફેમિલીનો બીજો ફાયદો એ પણ છે કે બાળક દાદા-દાદીના લાડ પ્યાર વચ્ચે સારી રીતે ઉછરે છે. બીજો ફાયદો એ પણ છે કે માતાપિતાની ગેરહાજરીમાં બાળક સચવાય જાય છે. બાળકનું ટેન્શન નથી રહેતું. બાળકને કોઈ પારકા હાથમાં સોંપવું પડતું નથી.

– જોઈન્ટ ફેમિલીનો બીજો ફાયદોએ પણ છે કે બાળક સુખ-દુ:ખને વહેંચતા અને એકબીજાને સારી-નરસી ઘડીમાં મદદ કરવાનું શીખે છે. સંયુક્ત ફેમિલીમાં કોઈ વ્યક્તિ પર મુશ્કેલી આવે તો આખોય પરિવાર તેની સપોર્ટ માટે તેની પડખે ઉભો રહે છે. બાળકના માનસ પર આ બધી જ ઘટના સારો પ્રભાવ પાડે છે અને તે પણ મુશ્કેલીમાં મદદરૂપ થવાનું શીખે છે.

– આજનો સમય એવો છે કે જેમાં દસ પરિવારમાંથી સાત પરિવારમાં કપલ વર્કિંગ હોય છે. બંનેને ઘર છોડીને 7થી 8 કલાક બહાર રહેવું ફરજિયાત હોય છે. આ સમયે કપલને ઘરમાં ચોરીની ચિંતા સતાવે છે તો બીજી તરફ બાળકને ડે કેર સેન્ટરમાં મૂકવું પડે છે. સંયુક્ત ફેમેલિમાં આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત જ નથી થતાં.

7. જો તમે જોઈન્ટ ફેમેલીમાં રહો છો તો બહારનું ફૂડ લેવાની જરૂરત જ નથી પડતી. સંયુક્ત ફેમિલિમાં જો પત્ની બહાર ગઈ હોય તો મમ્મી, કાકી કોઈને કોઇ ઘર પર તો હોય જ છે. આ સ્થિતમાં હંમેશા ઘરનું હાઇજેનિક ફૂડ જ મળે છે. આ રીતે હર્યાં ભર્યાં સંયુક્ત પરિવારમાં રહેવાના નુકસાન કરતા ફાયદા વધુ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો