ગીરના જંગલમાં જીતુ વાઘાણીએ સીટ બેલ્ટ બાંધ્યા વગર ચલાવી જીપ્સી, સોશિયલ મીડિયામાં ટ્રાફિક રૂલ્સનો ભંગ થયાની થઈ રહી છે ચર્ચા

ગુજરાતમાં સત્તારૂઢ પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગઈકાલે તેમના ફેસબુક પેજ પર ગીરના જંગલમાં ગયા તેની તસવીરો શેર કરી છે. તેમણે શેર કરેલી તસવીરો હોલ વોટ્સએપ પર વાઈરલ થઈ છે. વાઘાણીએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોવાની દલીલ કરાઈ છે. સીટ બેલ્ટ વગર જીપ્સી હંકારતા વાઘાણીએ કાયદોનો ભંગ થયો છે કે નહીં તેવો સવાલ કરાયો છે. સાથે જ ગીરનું જંગલ બંધ રહેતું હોવાથી ગીરના કયા વિસ્તારમાં નિયમ ભંગ કરીને મુલાકાત લીધી તે સ્થળ જણાવવા મેસેજમાં કહેવાયું છે.

જીતુ વાઘાણીએ ફેસબુક પર મૂકેલી પોસ્ટ

સમગ્ર મેસેજમાં શું કહેવામાં આવ્યું છે

વિશ્વનાં સૌથી મોટા રાજકીય પક્ષનાં ગુજરાતનાં અધ્યક્ષ માનનીય જીતુ વાઘાણી સાહેબ દ્વારા આજે તેમના પોતાનાં ઓફિશિયલ પેઈજ પર ગીર જંગલ વિશેની પોસ્ટ મુકવામાં આવી. એમાં સિંહોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. જાણીને ખૂબ જ આનંદ થયો કે, સાહેબશ્રીએ ગીર અને સિંહ વિશે વાત કરી.

અહીં પ્રસ્તુત છે, સાહેબ દ્વારા પોસ્ટ કરાયેલ ફોટોગ્રાફ જેમાં ખુદ માન. વાઘાણી સાહેબ જીપ્સી ચલાવી રહ્યા છે. સાહેબને કામનું ભારણ વધુ હોવાથી સીટ બેલ્ટ પહેરવાનું ભૂલી ગયા હોય તેમ લાગે છે. હજારો રૂપિયાનો ટ્રાફિક દંડ ગુજરાતની પ્રજા પર થોપાયો છે. ત્યારે, સાહેબ દ્વારા કાયદા નો ભંગ થયો છે.ગીરનું જંગલ 15 જૂનથી 15 ઓક્ટોબર સમય દરમિયાન દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. તો પછી સાહેબ તમે ક્યાં જંગલમાં જીપ્સીનો આંટો મારી આવ્યાં એ જણાવશો. તો વન્યજીવ પ્રેમીઓ ને આનંદ થશે. જો તમે જંગલ માં પ્રવેશ કર્યો હોય તો, આપને પરમિશન કોણે આપી? આપશ્રી સાથે ડિપાર્ટમેન્ટનો કોઈ વ્યક્તિ હાજર કેમ નથી? જંગલ વિસ્તારમાં વાહનની નીચે ઉતરવાની મનાઈ છે. તો પછી તમારા આ કેટલાક સુંદર ફોટોગ્રાફ કોણે લીધાં?

ગીર અને સિંહનાં જાણકાર મિત્રો, આ બાબત માં તેમના મંતવ્ય જરૂરથી રજુ કરે. જેથી માનનીય જીતુ વાઘાણી સાહેબે જેવી રીતે ગીરની મજા માણી એવી રીતે મજા માણવા ઘણાં બધાં ગીર પ્રેમીઓ આતુર છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો