સુરતમાં લવ જેહાદ: 5 બાળકોના પિતા અખ્તર શેખે મુકેશ ગુપ્તા બની હિંદુ યુવતી સાથે કર્યા લગ્ન, 3 વર્ષે પત્નીને જાણ થઈ કે પતિ મુસ્લિમ છે

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. યુવકે હિન્દુ નામ મુકેશ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતાં તેને માર માર્યો હતો. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મુકેશનું નામ મોહમ્મદ અખ્તર સમતઅલી શેખ છે અને પરિણીત અને ચાર સંતાનનો પિતા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ટેલિકોલર તરીકે નોકરી કરતા યુવતી સંપર્કમાં આવી હતી
અભિજીતસિંહ પરમાર (એસીપી સુરત પોલીસ)એ જણાવ્યું હતું કે, ડિંડોલી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય અમિતા( નામ બદલ્યું છે) 3 વર્ષ પહેલાં ગોડાદરામાં એક મોબાઈલ કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતી હતી. એ સમયે એક યુવક સિમ કાર્ડ બદલાવા આવ્યો હતો. તેણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા કહ્યું હતું. અમિતાએ મુકેશને નવા ગ્રાહકો લાવવાનું કહેતાં મુકેશ 10થી 15 ગ્રાહક લાવ્યો હતો. તેથી અમિતા અને મુકેશ વચ્ચે મિત્રતા થઈ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

રેલવેમાં નોકરી કરતો હોવાના નામે યુવતીને ફસાવી
મુકેશે કહ્યું હતું કે તે રેલવેમાં નોકરી કરે છે. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મુકેશની ઉંમર 49 વર્ષ હતી અને અપરણીત હોવાનું કહ્યું હતું. અમિતા 19 વર્ષ હતી. અમિતાએ મુકેશને કહ્યું, તારી ઉંમર વધુ હોવાથી માતા-પિતા ના પાડશે. તેથી મુકેશે સમજાવી કે રેલવેમાં નોકરીની વાત કરશે તો માતા-પિતા માની જશે.

કડોદરાના હનુમાન મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા
2019માં મુકેશે કડોદરા ખાતે હનુમાન મંદિરમાં અમિતા સાથે હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ ડિંડોલી વિસ્તારમાં રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરો થયો હતો. 3 મહિના પહેલાં અમિતાના હાથમાં મુકેશના આધાર કાર્ડનો ફોટો મળી આવ્યો હતો. જેમાં મોહમ્મદ અખ્તર સમતઅલી શેખ( રહે. છત્રપતિ શિવાજી નગર, ખાનપુરા લિંબાયત) હતું. તેથી અમિતા ચોંકી હતી.

પતિ પરિણીત હોવાની જાણ પત્નીને થઈ
અમિતાએ મુકેશને પૂછતાં કહ્યું કે મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર છે. તું મારી પત્ની છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો જોઈએ, કહી ઘરમાં નમાજ પઢવા દબાણ કરતો હતો. બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો. ના પાડે તો મારતો હતો. અમિતાને મુકેશ પરિણીત હોવાની પણ જાણ થઈ હતી અને તેને ચાર સંતાનો પણ છે. મુસ્લિમ હોવાની વાત કોઈને કરી તો દીકરાને લઈને જતો રહેશે એવી ધમકી આપી હતી.

નોકરીના નામે 13.60 લાખ પણ પડાવ્યા
અખ્તરે રેલવેમાં નોકરી અપાવવાના બહાને અમિતાના ત્રણ સંબંધી પાસે 13.60 લાખ પડાવ્યા હતા. મહોમ્મદની અગાઉની પત્ની બાબતે પૂછતા કહ્યું કે, અમારા ધર્મમાં 4 પત્ની રાખી શકાય. અમિતાને મસ્જિદમાં લઈ જવાનું કહેતા ગભરાઈ જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ
અભિજીતસિંહ પરમાર (એસીપી સુરત પોલીસ)એ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી મહોમ્મદ વિરુદ્ધ લવ-જેહાદના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે છેતરપિંડીની કલમ પણ ઉમેરવામાં આવી છે. હાલ તો આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો