રાજકોટના આંગણે છાપરા મુકામે શિંગાળા પરિવાર દ્વારા આયોજિત કથામાં પૂજ્ય જીગ્નેશ દાદા સાથે નો સંવાદ

દાદા આપ એન્જીનયર હોત તો કદાચ મશીન બનાવ્યા હોત પરંતુ આજ કથા ના માધ્યમ થી માણસ ની માણસાઈ આ ઘડી રહ્યા છો ત્યારે કથા વાંચવાનો વિચાર કેવી રીતે આવ્યો.

નાનપણ થી જ સંગીત પ્રત્યે રૂચી અને ગીત ગાવાનો ખુબ જ શોખ હતો.મારા પરિવાર ને શોખ કે હું કર્મકાંડ માં જાવ કેમ કે બ્રાહ્મણ પરિવાર માં જન્મ એટલે સ્વાભાવિક કે પરિવાર ની ઈચ્છા એવી કે હું કર્મકાંડ સીખું પણ મારી કર્મકાંડ માં રૂચી નહિ. મારા ગામ ના બ્રાહ્મણ એમની સાથે હું ગાવા માટે સાથે જતો એમ ની સાથે સાથે ભાગવત કથા વાચવી છે એવી રૂચી આવી એવો વિચાર આવ્યો કે હું પણ ભાગવત વાચું.

દાદા આપે દ્વારકા માં અભ્યાસ કર્યો સાથે આપના ગુરુ કોણ કે જેમને આપને આ ભાગવત કથા નું જ્ઞાન આપ્યું

ભાગવત નું જ્ઞાન મારા ગામ ના પૂજ્ય સમાન બટુક દાદા (યોગેશ ભાઈ જોશી) એ મને જ્ઞાન આપ્યું અને સૌ પ્રથમ વખત મને વ્યશાશને બેસાડીયા.
દાદ તમારી કથા સાભાળી અસંખ્ય લોકો ના જીવન પરિવર્તન થયા છે અસંખ્ય કુટુંબ ના અબોલા દુર થયા છે ત્યારે આપના માટે કથા થાકી એક એવો યાદગાર પ્રસંગ જેમને સાંભળી ખુશી થતી હોઈ.

ગત વર્ષે દેરડી – કુંભાજી રૈયાણી પરિવાર માં મારી કથા ના થોડા દિવસો પસાર થયા બાદ એક પરિવાર નો મને ફોન આવ્યો કે દાદા અમે પરિવાર માં ૩ ભાઈઓ જુદા જુદા રહેતા હતા અને મારા પિતા ને એ લોકો પણ જુદા જુદા રેહતા હતા અમે તમારી દેરડી કથા સાંભળી અમાર જીવન પરિવર્તન થયા આમે આત્યારે ત્રણેય ભાઈઓ સાથે રહીએ છીએ માતા પિતા અમારી સાથે રહે છે એકરસોડે આમરો પરિવાર જમેં છે એ સાંભળી મને અનહદ ખુશી થાય છે.

યુગ પુરષ એટલે કૃષ્ણ ભગવાન અને એમના વિશે ની બધી વાતો આપ કથા માં કરો છો અને લાખો શ્રોતા શ્રવણ કરે છે ત્યારે દાદા તમને વ્યક્તિગત પૂછવામાં આવે તો કૃષ્ણ ભગવાન નો કયો પ્રસંગ આપને સૌથી વધુ ગમે છે.

સ્વયમ ભગવાન કૃષ્ણ બધાને પ્રિય છે. દરેક પરિસ્થિતિ માં હોઈ એ કૃષ્ણ બધા ને ગમે છે. એક પણ પ્રસંગ આપણા જીવન ને અનુરૂપ ના હોઈ , એવું છે જ નહિ, કૃષ્ણ લીલા ના દરેક પાત્ર માં રહેલ કૃષ્ણ સૌ ને પ્રિય છે .કૃષ્ણ પાત્ર જ અદ્ભુત છે માટે તમને ને મને બધા ને ગમે છે.

દાદા માત્ર ૩૩ વસ્ર્હની ઉમરે વિશ્વ ના પ્રખ્યાત કથાકાર ની હરોળ માં તમારું સ્થાન અંકિત થયું છે તમે કથા માં કહો છો કે “હું જયારે દ્વારકા માં ભણતો ત્યારે ભગવાન દ્વારિકા નાથ ને દરોરજ જોતા અર્થાત દર્શને જતા આજે દ્વારિકા નાથે મને જોયો છે માટે આવું નામ થઇ શકે”

પૂર્વજન્મ ની કોઈ કમાણી હશે હું વ્યક્તિગત દાવો કરું કે મારા વડીલો એ ખુબ લોકો ની સેવા કરી છે પક્રિવર નાનો અને નાજુક પરિસ્થિતિ હોવા છતાં અમે મારા પરિવારે ખુબ જ સેવા કરી છે. મારા પિતા રીક્ષા ચલાવતા હતા છતાં બાળકો ને ચોકલેટ, કુતરા ને બિસ્કીટ , કાચબા ને મમરા , ગયો ને રજકો આ તમામ વસ્તુ આપવાનો એમનો સંકલ્પ આવક હોઈ કે ના હોઈ માટે એમના પુણ્ય અને હું દ્વારકા માં હતો નિષ્કામ ભાવે “ગોવિંદ દામોદર” સ્ત્રોત ના ફળ સ્વરૂપે આજે હું આ સતેજ પર પહોચ્યો છુ.

દાદા યુવાનો આજે આપની કથા સાંભળી રહ્યા છે તો શું આવનાર પેઢી બદલશે ખરી

પહેલા કથા થતી એમાં જેટલા લોકો સાંભળતા એ વડીલો હતા હવે તમામ કથા માં યુવાનો હોઈ છે , અલગઅલગ વક્તા ના માધ્યમ થી આજ નો યુવાન ભક્તિ, અને સંસ્કાર તરફ વળ્યો છે . તો આવનાર પેઢી ચોક્કસ બદલશે મારી કથા સાંભળી અસંખ્ય યુવાનો એ વ્યશ્ન ત્યજ્યા છે દુર્ગુણો ને છોડ્યા છે.
દાદા આપ વિદેશ માં પણ કથા કરી ને આવ્યા છો. ત્યારે ભારત દેશ વિદેશ માં ઉભરી રહ્યું છે પોતાની અલગ જ છાપ પડી રહ્યું છે ત્યારે વિદેશ માં એક ભારતીય તરીકે કેવું મન મળે છે કેવા પ્રતિભાવ મળે છે

એક ભારતીય તરીકે મન મળે છે અમે કથા કરવા શ્રી લંકા ગયા ત્યારે કથા નું સ્થળ ત્યાની એક હોટેલ માં હતું કથા એક ગુજરાતી પરિવારે બેસાડી હતી ત્યારે એ હોટેલ ના લોકો કહેતા તમે શું બોલો છો , શું ગાવ છો એ ખબર નથી પણ શબ્દ સાંભળી શાંતિ ની અનુભૂતિ થાયછે માટે કૃષ્ણ નામ ને ખુબ જ આદર ને પ્રેમ મળે છે .

આજ આપનો દેશ અલગ અલગ ધર્મ ના અખાડા માં વિખુટો પડી રહ્યો છે ત્યારે મારો ધર્મ સાવર થી ચડિયાતો એવું માની બીજાનો ધીક્ક્કાર કરીએ છીએ ત્યારે “સર્વ ધર્મ સમ ભવ “ વિશે આપનું શું માનવું છે

સર્વ ધર્મ માટે હું એટલું જ કહીશ કે ગમે તે સખા પર ધર્મ ને લઇ જશો એમના મૂળ તો એક જ રહશે.

કથાકાર ની સાથે સાંભળ્યું છે કે આપને સ્કુલ બનાવવાનો વિચાર છે અન્ય કોઈ સ્વપ્ન ખરું

એક મન માં સંકલ્પ છે કે જેનાથી હું વંચિત રહ્યો એન્જીન્યર ના થઇ સક્યો એક માધ્યમ બની જે પરિવાર પોતાના બાળક ને નથી ભણવી સકતા એ બાળક ને ભણાવવા માં આવે જેથી કરી ને આવનાર સમય માં કોઈ બાળક વિદ્યા થી વંચિત ના રહે , મારા વતન માં જ સ્કુલ બને એવું મારું સ્વપ્ન છે

આપ કેટલા વર્ષ સુધી કથા કરશો એવો કોઈ વિચાર આવ્યો છે ખરો

એવો વિચાર હું કરીશ જ નહિ જ્યાં સુધી ઠાકોરજી શ્વાસ રખાવે ત્યાં સુધી કથા કરવાનો સંકલ્પ છે

વાચક મિત્રો ને કોઈ વિશેષ સંદેશ

જીવન જીવવાનો યુગ છે જીવન જીવવા માટે નો માર્ગ ક્યાય ચૂચુકાઈ ના જાય કારણ કે આ લોક માં આ મનુષ્ય દેહ માં જેટલો આનદ છે એટલો જ આનંદ કદાચ આ દેહ છુટ્યા પછી પણ થાય માટે સંપતિ નું નાણું ભેગું કરતા ની સાથે ભગવાન ના નામનું નાણું પણ ભેગું થાય તે ખાસ જોશો.

– Hardik Sorathiya (9033507931)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!