અમદાવાદના જીગર પટેલે કેનેડાની સંસદની ચૂંટણીમાં ઝંપલાવ્યું, જીતશે તો કેનેડાની સંસદમાં પહોંચનારા પહેલા ગુજરાતી બનશે

વિદેશોમાં પણ ગુજરાતીઓને દિવસેને દિવસે દબદબો વધી રહ્યો છે. ત્યારે કેનેડાની ચૂંટણીમાં પ્રથમ વખત કોઇ ગુજરાતી ઉમેદવાર ઉભો રહેવા જઇ રહ્યો છે. કેનેડાની રજાઇના-લેવાન સીટ પર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ગુજરાતી જીગર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

ફેડરેલ ઈલેક્શનમાં જીગર પટેલની જીતની પૂરી શક્યતા છે. તમને જણાવીએ કે, ઓક્ટોબરમાં વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી થવાની છે. પરંતુ આ દિવસે સૌ ગુજરાતીઓની અને ખાસ કરીને પાટીદારોની નજર કેનેડામાં 21 ઓક્ટોબરે યોજાનારા ફેડરેલ ઈલેક્શન પર રહેવાની છે.

કેનેડામાં 21 ઓક્ટોબરે યોજાનારા ફેડરેલ ઈલેક્શનને લઈને તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. ભારત કરતાં કેનેડામાં ચૂંટણી પ્રક્રિયા થોડી અલગ છે. જેમાં જે-તે સીટ પર પહેલાં જે-તે પાર્ટીમાંથી ચૂંટાવાનું રહે છે. કેનેડાના પશ્ચિમ ભાગમાં આવેલા સાસ્કેચ્વાન પ્રોવિન્સની રજાઇના-લેવાન (Regina-Lewvan) સીટ પર ગુજરાતીઓની ખાસ નજર રહેશે, કેમ કે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ જીગર પટેલની પસંદગી કરી છે.

ગુજરાતી સહિત તમામ કમ્યુનિટીમાં લોકપ્રિય જીગર પટેલ જીતી જશે તો નોર્થ અમેરિકા-કેનેડાની સંસદમાં પહોંચનારા પહેલાં ગુજરાતી બની જશે. ગુજરાત-ભારત માટે આ ગૌરવરૂપ ઘટના બનશે. વર્ષ 2015ની ચૂંટણીમાં આ સીટ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એરીન વેરે જીત્યા હતા. પાર્ટીએ આ વખતે એરીન વેરેને રિપીટ ન કરતાં ગુજરાતી બિઝનેસમેન અને સમાજેસવક જીગર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મૂળ અમદાવાદના પાલડી વિસ્તારના રહેવાશી જીગર પટેલ 19 વર્ષ પહેલાં ગુજરાતમાંથી કેનેડા શિફ્ટ થયા હતા. ગુજરાતમાં મિકેનિકલ એન્જિનિયર થયેલાં જીગર પટેલે વિદ્યાર્થીકાળ દરમિયાન એનએસયુઆઈમાં સક્રિય ભાગ લીધો હતો. કેનેડામાં ઇલેકશન લડી રહેલા જીગર જગદિશભાઇ મનુભાઇ પટેલના પિતા રીલાન્સ મિલમાં ઇલેક્ટ્રિશિયન હતા.

ગુજરાતમાંથી શીખેલા રાજકારણના ગુણ તેમણે કેનેડામાં પણ જાળવી રાખ્યા હતા. કેનેડામાં તેમણે મલ્ટી-બિઝનેસમેન તેમજ સમાજસેવક તરીકે નામના મેળવી છે. હંમેશા બધાને મદદ માટે તત્પર રહેતાં જીગર પટેલ સ્થાનિક સ્તરે ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેમના ફેમિલીમાં પત્ની નિશા અને પુત્રી શિખા તેમજ ભાઈ ઉમંગ અને બહેન રૂપલ છે.

અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે જીગર પટેલ જીગર પટેલ બિઝનેસની સાથે સોશિયલ લાઇફમાં પણ એટલાં જ એક્ટિવ છે. તેઓ 9થી વધુ સંગઠનોમાં સક્રિય કે વોલેન્ટીયર તરીકે જોડાયેલા છે.

20 વર્ષ પૂર્વે ગુજરાતમાંથી કેનેડા શિફ્ટ થયા હતા. હાલ તેઓ કેનેડામાં બિઝનેસમેન અને સમાજસેવક તરીકે નામના ધરાવે છે. તેમના ફેમિલીમાં પત્ની નિશા અને પુત્રી શિખા તેમજ ભાઈ ઉમંગ અને બહેન રૂપલ છે. કેનેડામાં અલગ અલગ સંગઠનો સાથે સંકળયેલા અને લોકસેવામાં તત્પર જીગર પટેલ ન્યૂઝ ચેનલોના ઈન્ટરવ્યુ, રેડિયો ઇન્ટરવ્યુ, સોશિયલ મીડિયા, મતદારોને પ્રત્યક્ષ મળીને પ્રચારના અલગ અલગ માધ્યમ દ્વારા ગુજરાતીઓ ભારતીયો અને એનડીપીના કાર્યકરોને સાથે રાખી ઝંઝાવતી પ્રચાર કરીને મતદારોના દિલ જીતી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close