સુરતમાં આવેલા ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને કંપની નુકસાન કરતી હોવાનું કહીને છૂટા કરી દેવાયા

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. નાના મોટા કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ રહી છે ત્યારે કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 250 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. જેથી રત્નકલાકારો વિકાસ સંઘની ઓફિસ પહોંચીને પોતાની રજૂઆત કરી હતી.

કંપનીના નુકસાનનો હવાલો અપાયો

વિજય નામના રત્નકલાકારે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી મંદીનો સામનો તેઓ કરી રહ્યાં છે. ત્યારે કંપનીના મેનેજમેન્ટ દ્વારા કંપની લોસ કરતી હોવાનું કહીને તમામને છૂટા કરી દેવામાં આવ્યાં છે. છૂટા કરવાના નિયમ મુજબ કોઈ જ પગાર કે ભથ્થા કે વળતર આપવામાં આવ્યું નથી જેથી તેઓ રત્નકલાકાર વિકાસ સંઘની ઓફિસ આવીને રજૂઆત કરી રહ્યાં છે.

પરિવારને નિભાવવો કેમ

જયસુખ પટેલે જણાવ્યું હતું કે, હાલ સુરતના તમામ ઉદ્યોગો મંદીનો સામનો કરી રહ્યાં છે. સામી દિવાળી આવી રહી છે ત્યારે હવે કારખાનામાંથી છૂટા કરી દેતા તેમને ક્યાં જવું તે પ્રશ્ન છે. સાથે જ પરિવારનો નિભાવ કેમ કરવો તે પણ સમસ્યા છે. હાલ આ કારખાનામાંથી છૂટા કરાયા છે તો બીજે જગ્યા મળે તેવું પણ નથી.

હક્ક માટે લડીશું

રત્નકલાકાર વિકાસ સંઘના જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, રાતો રાત તમામને છૂટા કરી દેવાયા છે. અમે રત્નકલાકારોના હિત માટે લડત ચલાવીશું અને તમામને તેમના હક્ક મળી રહે તે માટે અમે પગલાં લઈશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો