જેતપુરના યુવાને ઓલ ઇન્ડિયા ગેટ 2021ની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ અને દેશમાં 11મો રેન્ક મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

જેતપુરના કરણ ગુજરાતીએ IIT,IISC અને PSU માટેની ઓલ ઇન્ડિયા ગેટ 2021ની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. તેમજ સમગ્ર ભારતમાં અગિયારમાં ક્રમે ઉત્તિર્ણ થઈ ગુજરાત, જેતપુર અને ખાંટ રાજપુત સમાજ ગુજરાતી પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

GATE-2021નું પરીણામ માત્ર 17.82 ટકા જ
મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ટોપ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી કે IISC અને IIT તેમજ પબ્લિક સેક્ટર અન્ડર ટ્રેનિંગ (PSU) કંપનીઓ જેવી કે ONGC, HPCL, IOCL,MPCIL વગેરેમાં આગળ વધવા માટે GATE EXAM સમગ્ર ભારતમાં દર વર્ષે યોજાય છે. જેમાં ભારતભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. GATE EXAM સમગ્ર ભારત તથા વિદેશોના 6 જેટલા શહેરોમાં યોજાય છે. જેમાં આ વખતે GATE-2021નું પરીણામ માત્ર 17.82 ટકા જ છે.

ઓલ ઇન્ડિયામાં 11મો રેન્ક મેળવ્યો

આ પરીક્ષામાં જેતપુરના વતની ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના નિવૃત્ત શિક્ષક રમેશભાઈ જીવરાજભાઈ ગુજરાતીના પુત્ર કરણ ગુજરાતીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ અને સમગ્ર ભારતમાં અગિયારમાં ક્રમે ( ઓલ ઇન્ડિયા રેન્ક -11) ઉત્તિર્ણ થઈ સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ગુજરાતી પરિવાર તથા શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યુ છે. કરણ ગુજરાતી ભવિષ્યમાં તેઓ સફળતાના સર્વોચ્ચ શીખરો સર કરી સમગ્ર ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા સમસ્ત ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓએ, યુવાનોએ પાઠવી છે.

12 સાયન્સમાં જેતપુરમાં પ્રથમ ક્રમ આવ્યો હતો- કરણ
કરણ ગુજરાતીએ જણાવ્યું હતું કે, મેં 12 સાયન્સ સુધીનો અભ્યાસ જેતપુરમાં કર્યો છે. 12 સાયન્સમાં હું જેતપુરમાં પ્રથમ નંબરે આવ્યો હતો. ત્યારબાદ મેં મિકેનિકલ એન્જિનિયરિંગ માટે એપ્લાય કર્યુ હતું. ચાર વર્ષ માસ્ટર ડિગ્રીના પુરા કર્યા બાદ મને કેમ્પસ ઇન્ટરવ્યૂમાંથી જ જોબ ઓફર આવી ગઇ હતી. ત્યારબાદ મે જોબ જોઇન કરી લીધી. પણ આગળ ભણવાનો વિચાર હોવાથી જોબ છોડી દીધી હતી. કોચિંગ ક્લાસ જોઇન કરી પહેલા વર્ષે ઓલ ઇન્ડિયા ગેટ પરીક્ષા આપી પરંતુ પરિણામ સારૂ ન આવતા ફરી બીજા વર્ષે પરીક્ષા આપી તેમાં ઓલ ઇન્ડિયામાં 11મો રેન્ક મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો