જેતપુરમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો: પ્રેમીએ પ્રેમિકા સાથે મનભરી શરીરસંબંધ બાંધી મિત્રોને હવાલે કરી, 3 વખત ગેંગરેપ કર્યો

જેતપુરની એક તરૂણીને ભોળવી એક યુવાને મિત્રતા કરી તેને જુદીજુદી જગ્યાએ મળવા બોલાવી બળજબરીપૂર્વક એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગ રેપ કરી ફોટાઓ પાડી તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે થી ત્રણ લાખ જેવી રકમ પણ પડાવી હોવાની તરૂણીએ ઇ મેઈલથી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ધટનામાં મળતી માહિતી પ્રમાણે, બારમાં ધોરણમાં અભ્યાસ કરતી જેતપુરની તરૂણીના ભોળપણનો ફાયદો ઉઠાવી ધવલ પારખીયા નામના પટેલ યુવાને તેણી સાથે મિત્રતા કેળવી કોટડીયા વાડી વિસ્તારમાં રહેતા મિત્ર રાજુભાઇના ઘરે મળવા માટે બોલાવી ત્યાં રાજુભાઇ અને અદા નામના ધવલના મિત્રોએ છરી બતાવી બળજબરીપૂર્વક શારિરીક સંબંધ બાંધ્યો હતો અને ધવલે તેના મોબાઈલ વડે ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ ભીડભંજન મંદિર રોડ પર આવેલ એક વાડીમા ધવલ તરૂણીને લઈ ગયો હતો.

જયાં વાડી માલીક અને રાજકોટના રોનક દોંગા સહિત ત્રણેયે જણાંએ ખરાબ રીતે શરીર સબંધ બાંધ્યો હતો. તરૂણી રડવા લાગતા ધમકી આપીને ઘરે મૂકી ગયા હતા. ધવલે ફોટા વાયરલ કરવાની તેમજ તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી જુદીજુદી જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમા દિલીપભાઈ ઘૂઘરવાળાના ઘરે લઈ ગયેલ ત્યાં તેમનો પુત્ર ખુશાલને પણ ખુશ કરવા દબાણ કરી શરીર સબંધ બાંધ્યો હતો.

તરૂણીને શારીરિક માનસીક ત્રાસ આપી સામુહિક દુષ્કર્મ તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સોનાની બુટીની બે જોડી તેમજ રોકડ રૂપિયા પણ પડાવી લીધા હોય જેથી તરૂણી ઘરછોડીને ચાલી ગઈ હતી.પરંતુ પરીવારે વીરપુર પાસેથી પરત લઈ આવી હિંમત આપી પુછતાં તેણીએ પોતાના પર વિતેલ આપવીતી જણાવી હતી.

જેથી પરીવારે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લઈ તરૂણીની તમામ આપવીતી પ્રથમ ઇ મેઈલ દ્વારા જીલ્લા પોલીસ વડા તેમજ સીટી પોલીસ સ્ટેશન જાણ કરતા સીટી પોલીસે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો