ભેસાણ ગામના સહજાનંદ ફુલઘર ના માલિક જેન્તીભાઈ ફુલવાળા એ કરી 1700 કી.મી. ની પદયાત્રા

જૂનાગઢ ના ભેસાણ ગામે રહેતા સહજાનંદ ફુલઘર ના માલિક જેન્તીભાઈ વિરાણી (ફુલવાળા- ઉ.વ.૫૧) ઘણા સમય થી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે.

જેન્તીભાઈ એ સ્વામિનારાયણ સંપ્રદાય નો ચંચાર થાય અને લોકો માં ધર્મ અને ભગવાન માં શ્રદ્ધા અને વિશ્વાસ જાગે અને પોતાના જીવન માંથી દુઃખ દૂર થાય એવો એક નવો રાહ ચીંધવા 1700 કી.મી બગસરા થી અયોધ્યાના છપૈયા ગામ સુધી સંતો અને મહિલાઓ મળી કુલ 32 લોકો 42 દિવસ માં પદયાત્રા પુરી કરી હતી.

આ તક માં ભેસાણ ગામ માં હરિભક્તો એ સામૈયુ કર્યું હતું. અને આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં ભાવિકો ઉમટી પડ્યા હતા ત્યારે આ ગામમાં જાણે સ્વામિનારાયણ ભગવાન ની જન્મ જ્યંતી હોય તેવું વાતાવરણ ખડું થયું હતું.

વધુ માં જેન્તીભાઈ એ જણાવ્યું હતું કે આ યાત્રા 1700 કી. મી. લાંબી હતી જેમાં અમે રસ્તામાં આવતા ગામો માં રાત્રી રોકાણ વખતે સત્સંગ અને લોકો ને જાગૃત કરવાનું કામ કર્યું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો