સુરતમાં યોગીચોક ખાતે રહેતા રત્નકલાકાર જયેશભાઈ શીંગાળાએ આપઘાત કર્યો, ભાઈને વોટ્સએપ પર વીડિયો તૈયાર કરી મોકલ્યો

પુણાના યોગીચોક ખાતે રહેતા એક રત્નકલાકારે મંદીને લીધે અનાજમાં નાખવાની ટીકડી ખાઈ આપઘાત કરી લીધો હતો. સોસાયટી બહાર જ ઝેરી ટીકરી ખાઈ લેતા આસપાસથી દોડી આવેલા લોકો સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

છેલ્લા અઢી મહિનાથી કામ છૂટી જતા બેરોજગાર હતા

ઘટના અંગે મળતી માહિતી મુજબ યોગીચોકની તિરૂપતિ સોસાયટીમાં રહેતા જયેશભાઈ પોપટભાઈ શીંગાળા (42) છેલ્લા અઢી મહિનાથી કામ છૂટી જતા બેરોજગાર હતા. હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી મંદીને લીધે કામ મળતું ન હતું જેથી જયેશભાઈએ સોસાયટીની બહાર જ ઝેરી ટીકડી ખાઈ પોતાના ભાઈ નરેશને વીડિયો મોકલ્યો હતો. જોકે, નરેશભાઈ પહોંચે એ પહેલા જ જયેશભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ જયેશભાઈનું મોત નીપજ્યું હતું.

ભાઈને મોકલેલા વીડિયોમાં શું કહ્યું?

ઝેરી ટીકડી ખાઈ લીધા બાદ પોતાના ભાઈને વોટ્સએપ પર વીડિયો તૈયાર કરી મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે, મારી ભૂલ થઇ ગઈ છે મેં ઝેરી ટીકડી ખાય લીધી છે. હું બેરોજગારીથી કંટાળી ગયો છું. મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.

બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

મૂળ બોટાદ જિલ્લાના ગઢડા પાસે પીપળીયા ગામનાં વતની જયેશભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જયેશભાઈના આપઘાતના પગલે બંને સંતાનોને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જ્યારે પરિવારે દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો