PGVCLના કોન્ટ્રાક્ટરનું વિજ કરંટથી મોત, પરિવારના અમરાણાંત ઉપવાસ

ભેસાણ તાલુકાના ચણાકા ગામના રહેવાસી જયેશભાઇ માંડવિયાનું PGCLનુ ટ્રાન્સફોર્મર બદલાવતી વખતે વીજ કરંટ લાગતા મોત થતા ગામ લોકોના ટોળાએ સરકારી હોસ્પિટલનો ઘેરાવો કરાવો કર્યો છે. મહત્વનું છે, કે આ પહેલા જયેશભાઇના પરિવારના બે વ્યક્તિના મોત વિજ કરંટ લાગવાથી થયા હતા. આ ઘટના ભેંસાણ તાલુકાની નજીક આવેલા બરવાળા ગામમાં PGCLના ટ્રાન્સફોર્મરમાં ખામી આવતા જયેશભાઇ દ્વારા તેને બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન વીજ કરંટ લાગતા તેમનું મોત થયું છે. અગાઉ પણ એજ પરિવારના 2 સભ્યો કેશુભાઇ માંડવિયા અને સુરેશભાઇ માંડવિયાનું મોત પણ વીજ કરંટ લાગવાને કારણે થયું હતું.

એજ પરિવારના 2 સભ્યો કેશુભાઇ માંડવિયા અને સુરેશભાઇ માંડવિયાનું મોત પણ વીજ કરંટ લાગવાને કારણે થયું હતું

પરિવારનો મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર

ભેંસાણ તાલુકામાં ઘટનાની જાણ થતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને ભેંસાણની સરકારી હોસ્પિટલનો ઘેરાવો કર્યો છે. તથા મૃતકના પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરીને જ્યાં સુધી જયેશ માંડવિયાના મૃત્યું અંગેની યોગ્ય તપાસ નહિ થાય અને યોગ્ય વળતર નહિ મળે ત્યા સુધી પરિવારના સભ્યો અમરાંણત ઉપવાસ પર બેઠા છે.

PGCLમાં ફરજ બજાવતા એક જ પરિવારના આ ત્રીજા વ્યક્તિનું મોત થયું

હાલમાં ઘટનાની જાણ થતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોનાં ટોળાએ સરકારી હોસ્પિટલનો ઘેરાવો કર્યો છે. તથા મૃતકના પરિવારે વળતરની નહી ત્યાં સુધી લાશ સ્વીકારવોનો ઇન્કાર કરીને જ્યાં સુધી પરિવારના સભ્યો અમરાંણત ઉપવાસ પર બેસી ગયા છે.

તેમના આત્મા ને પ્રભુ શાન્તિ આપે તથા પરીવાર ને બળ આપે તેવી પ્રાથના … ઓમ શાન્તિ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો