સુરેન્દ્રનગરનો જવાન લદ્દાખમાં શહીદ, પિતાના મોત બાદ પુત્રની આર્મીમાં જોડાવવાની ઇચ્છા

સુરેન્દ્રનગરઃ ચૂડા તાલુકાના છત્તરીયાળામાં રહેતા આર્મીની ઈએમઈ બટાલિયનના હવાલદાર લવજીભાઇ મકવાણા કાશ્મીરના લેહ-લદ્દાખમાં ફરજ દરમીયાન બરફના તોફાનમાં આવી જતા જવાન મોતને ભેટ્યા થયા છે. મૃતક જવાનના મૃતદેહને વતન છત્તરીયાળામાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતીમવીધી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગામ હિબકે ચડીને દેશભકિતના રંગે રંગાયુ હતુ.

માવજીભાઇ મકવાણાનો સૌથી નાનો પુત્ર લવજીભાઇ મકવાણા સેનામાં ફરજ બજાવતા હતા. જમ્મુ અને કાશ્મીરના લેહ-લદ્દાખમાં ફરજ રહેલા લવજીભાઇ મકવાણા બરફના તોફાનમાં ફસાઇ જતા મોતને ભેટ્યા હતા. પરિવાર સહિત સમગ્ર ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. ત્યારે બુધવારે મૃતક જવાન લવજીભાઇના મૃતદેહને વતન છત્તરીયાળા લવાયો હતો. જેમાં ગાર્ડ ઓફ ઓનર સાથે આર્મીના ઓફિસરો, વહિવટીતંત્રની હાજરીમાં અગ્ની સંસ્કાર કરાયા હતા.

ઉત્તરાયણ પર્વે થઇ હતી છેલ્લી મુલાકાત

મોતને ભેટનાર જવાન લવજીભાઇ છેલ્લે ઉત્તરાયણ પર્વે વતન આવ્યા હતા. ત્યારે સમગ્ર પરિવાર સાથે થોડા દિવસો વીતાવ્યા હતા. ત્યારબાદ અતિશય ઠંડા પ્રદેશમાં ફરજમાં ગયેલા લવજીભાઇ સાથે એકપણ વાર ફોન પર પણ વાત થઇ ન હતી. અને બુધવારે તેમનો મૃતદેહ છત્તરીયાળા આવ્યો હતો.

પિતાના મોત બાદ પુત્રની આર્મીમાં જોડાવવાની ઇચ્છા

છત્તરીયાળાના લવજીભાઇ મકવાણાનું આર્મીમાં ફરજ દરમિયાન મોત થતા મોટા પુત્ર 9 વર્ષના હાર્દીકના હસ્તે અગ્નીસંસ્કાર કરાયા હતા. પિતાનું લેહ-લદ્દાખમાં ચાલુ ફરજે મોત થવા છતાં પણ પુત્ર હાર્દિકે મોટા થઇને આર્મીમાં જોડાઇ દેશની સેવા કરવાનું જણાવ્યુ હતુ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો