વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલ જવારા યાત્રાએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) મા ઉમિયાના મંદિરનો બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાયો છે. આ શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયાધામની 11,111 બહેનોએ જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો.

સમગ્ર અમદાવાદના ૪૮ વિસ્તારોમાંથી આવેલી ૨૦ હજારથી વધુ બહેનોએ જવાર યાત્રામાં ભાગ લીધો હતો. જવારા યાત્રામાં પધારવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૩૧ AMTS બસ દ્વારા બહેનો વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પહોંચી હતી. જેમાંથી 11,111 બહેનોએ જગત જનની મા ઉમિયાની ઉપાસના ભાગ રુપે જવારા યાત્રા કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો.

આ જવારા યાત્રા સાથે વિશ્વભરમાં ભ્રમણ કરી આવનાર ભગીરથીમા ગંગાના ૧૦૮ કળશની યાત્રા પણ સાથે જ નિકળી હતી. વિશ્વ ઉમિયાધામની વિશાળ જવારા યાત્રા 1.5 કિમી લાંબી હતી, વિશ્વઉમિયાધામની વિશાળ જવારા યાત્રાનું આયોજન માત્ર 100 બહેનોની ટીમે કર્યું હતું. સમગ્ર જવારા યાત્રાની વ્યવસ્થા અને આયોજન માત્ર મહિલાઓએ જ કર્યું હતું. જવારા યાત્રા અને મહિલા સંગઠન કમિટીના ચેરમેન ડૉ. રૂપલબેન પટેલ જણાવે છે. જગત જનની મા ઉમિયાએ ધાર્યા કરતાં વધુ ક્રુપા કરીને અમે 11,111 બહેનો આશા રાખી હતી, તેના બદલે ૨૦ હજાર બહેનો આવી હતી.

મહત્વપૂર્ણ છે કે, સવારે ૮ વાગ્યે અયુત આહુતિ મહાયજ્ઞ દ્વારા સમગ્ર વિશ્વઉમિયાધામ સંકુલનો શુદ્ધિકરણ કરાયુ હતું. મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચુ મંદિર બને અને પહેલા વિશ્વ ઉમિયાધામ સંકુલને જીવંત રાખવામા ઉમિયાના ચલ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ છે. જેમાં મા ઉમિયા સાથે બટુક ભૈરવ અને ગણપતિદાદાની ચલ પ્રાણપ્રતિષ્ઠા કરાઈ છે.

29 ફેબ્રુઆરીના શિલાન્યાસ સમારોહ યોજાશે. જેમાં સાધુ સંતો, મહંતો, પાટીદાર અગ્રણીઓ, સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ, મંત્રીઓ તેમજ માં ઉમાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો