હજારો જાપાની લોકો વળ્યા જૈન ધર્મ તરફ, દર વર્ષે પાલીતાણાની તીર્થયાત્રા માટે આવે છે ભારત, ઘણાં તો દીક્ષા લેવાની પણ તૈયારી કરી રહ્યા છે

જૈન લોકો સફેદ પંચિયું પહેરીને નવકાર મંત્રનો જાપ કરે છે, ભોજનમાં પરહેજી પાળે છે, સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, ઉકાળેલું પાણી પીવે છે, કલાકો દેરાસરમાં બેસીને ધ્યાન ધરે છે અને સૂર્યાસ્ત પહેલા જમી લે છે. હજારો જાપાની લોકો જૈન ધર્મ પાળી રહ્યા છે. જૈન સાધુ તરીકે રહેવા ઉપરાંત તેઓના કેલેન્ડરમાં ભારતની વાર્ષિક મુલાકાતની નોંધ કરીને રાખે છે. તેઓ દર વર્ષે ભારત આવે જૈન ધર્મના પુસ્તકોનો અભ્યાસ કરે છે અને મહારાજ સાહેબ પાસેથી જ્ઞાન મેળવે છે.

સાતમી સદીના ઝેનકોજી (Zenko-ji) મંદિરનું ઘર કહેવાતા Naganoken શહેરમાં સેંકડો જાપાની લોકો દર વર્ષે જૈન તીર્થયાત્રા માટે પાલીતાણા અને શંખેશ્વર આવે છે. Churushi Miyazawa 2005માં ભારતમાં ફરવા આવી હતી. ત્યારે વરિષ્ઠ જૈન સાધુ ગચ્છાધિપતિ સ્વર્ગીય જયંતસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત થઈ હતી. તેમણે તેમને જૈન ધર્મમાં તરફ પ્રેરી હતી. મહારાજ સાહેબના પ્રવચનની Churushiના મનમાં એવી અસર થઈ કે તેણે પોતાનો ભૂતકાળ પાછળ છોડીને સાદગીપૂર્ણ જીવન વિતાવવાનું નક્કી કર્યું. અગાઉ જે સુખ-સગવડો ભોગવતી હતી તે તમામનો ત્યાગ કર્યો અને જૈન સાધ્વી તરીકે જીવન જીવવાનો નિશ્ચય કર્યો. તુલસી તરીકે નવું જીવન શરૂ કર્યું.

Churushi દીક્ષા લેવા માગતી હતી અને આ નિર્ણય પર અડગ હતી. તુલસીએ જણાવ્યું કે “મારા ગુરુએ મને સૌથી મોટું કામ સોંપ્યું એ હતું જાપાનમાં જૈન ધર્મનો ફેલાવો કરવાનું. ત્યારથી જ હું એક વર્ષમાં ચારથી પાંચવાર ભારત આવું છે. મારી સાથે સેંકડો જાપાની લોકો હોય છે જેઓ જૈન ધર્મ સ્વીકારવા તૈયાર હોય છે.” Naganokenમાં જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર થયા બાદ ઓસાકા અને ટોક્યોમાં પણ જૈન ધર્મનો ફેલાવો થઈ રહ્યો છે.

હજારો જાપાનીઓએ જૈન ધર્મ સ્વીકાર્યો છે ઉપરાંત ઘણાં તો દીક્ષા લેવાની તૈયારી કરી રહ્યા છે. પરંપરાગત નિયમો હેઠળ કપરી તાલીમ પછી દીક્ષા આપવામાં આવે છે. દીક્ષાર્થીઓ સાધુઓ સાથે દેરાસરમાં રહે છે. આ પ્રાથમિક તબક્કો 6 મહિનાથી 10 વર્ષ વચ્ચેનો હોઈ શકે છે, તેમ બાબુલાલ જૈન-ઉજ્જવલે જણાવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો