ચીનનો દાવો – કોરોનાના દર્દીઓ જાપાનની આ દવાથી ફક્ત 4 દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે
કોરોના વાયરસ (Coronavirus)ની ચપેટમાં આવેલા લોકોની સંખ્યા દુનિયામાં વધીને 2 લાખથી વધારે થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોના મતે કોરોનાની વેક્સીન બનાવવામાં હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે. બીજી તરફ ચીને (China) દાવો કર્યો છે કે જાપાનની (Japan)એક દવા કોરોનાના દર્દીઓ માટે સારવારમાં ઘણી મદદગાર સાબિત થઈ રહી છે.
ગાર્જિયનમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ચીનના સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રીમાં કામ કરનાર ઝાંગ ઝિનમિને જણાવ્યું હતું કે જાપાનમાં લોકો જે દવાનો ઉપયોગ સામાન્ય ફ્લૂની સારવાર માટે કરે છે તે કોરોનાના સંક્રમણના દર્દીઓ માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ રહી છે. જાણકારી પ્રમાણે આ દવા ફ્યૂજીફિલ્મની દવા કંપની ફેવીપિરાવિયર (favipiravir) નામની આ દવા બનાવે છે. વુહાનના શેનજેંગમાં આ દવાના ઉપયોગથી કોરોનાના 340થી વધારે દર્દીઓને ઠીક કરવામાં આવ્યા છે. ઝાંગના મતે આમાં પાકી સાબિતી મળી છે કે આ દવા બીજાના મુકાબલે વધારે સફળ સાબિત થઈ છે.
ઝાંગે જણાવ્યું છે કે આ દવા બીજાના મુકાબલે ઝડપથી કામ કરી રહી છે. કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓને જ્યારે આ દવા આપવામાં આવી તો તે ફક્ત ચાર દિવસના ટેસ્ટમાં નેગેટિવ આવી ગયા હતા. બાકી જે દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની અસર થવામાં 11 દિવસનો સમય લાગે છે. આના ઉપયોગથી ફેફસામાં પર કોરોનાનો થનાર પ્રભાવ 91% સુધી જલ્દી ઠીક થઈ રહ્યા છે. બાકી દવામાં આ ટકાવારી 62% જ છે.
જાપાની કંપની ફ્યૂજીપિલ્મ ટોયામા કેમિકલ આ દવા બનાવે છે, તેને એવિગનના નામથી પણ ઓળખવામાં આવે છે. ઝાંગે બતાવ્યું છે કે જાપાનમાં પણ વૈજ્ઞાનિક કોરોનાની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે જાપાનનું કહેવું છે કે કોરોનાના ગંભીર દર્દીઓમાં આ દવાની અસર એટલી નથી, જેટલી સામાન્ય દર્દીઓમાં છે.
આ પહેલા HIVની સારવારમાં ઉપયોગ કરાતી દવા લોપિનાવિર અને રિટોનાવિર ઘણી અસરકારક સાબિત થઈ છે. જાપાને 2016માં આ ફેવીપિરાવિયર દવાનો ઇબોલાની સારવાર માટે ઉપયોગ કર્યો હતો. ફેવીપિરાવિયરને સામાન્ય ફ્લૂની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. હાલ કોરોનાને લઈને ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

