ચીનમાંથી જાપાન તેની કંપનીઓને પાછી લાવવા માટે 2.2 બિલિયન ડોલરનો કરશે ખર્ચ, આ નિર્ણયથી ચીનમાં મોટી સંખ્યામાં નોકરીઓ ઘટી જશે.

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ સ્થાનિક કંપનીઓને બચાવવા માટે 108.2 ટ્રીલિયન યેનનું (993 બિલિયન ડોલર)નું પેકેજ જાહેર કર્યું છે. તે જાપાનના આર્થિક ઉત્પાદનની વીસ ટકા જેટલી રકમ છે. તેમાંથી 2.2 બિલિયન ડોલરનો ખર્ચો તેમની કંપનીઓનું ઉત્પાદન ચીનથી ખસેડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. બાકીની રકમ કંપનીઓને અન્ય દેશોમાં ઉત્પાદન ચાલુ કરવા માટે ઉપયોગમાં લેવાશે. આ નિર્ણયથી ચીનમાં મોટી સંખ્યામાં નોકરીઓ ઘટી જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

સામાન્ય પરિસ્થિતિમાં ચીન જાપાનનો સૌથી મોટું ટ્રેડીંગ પાર્ટનર છે. જોકે કોરોનાવાયરસના કારણે ચીનમાંથી નિકાસની ટકાવારી 50 ટકા જેટલી ઘટી ગઇ છે. તેના લીધે જાપાનમાં જરૂરી સામગ્રીની ખોટ ઉભી થઇ છે. ચીન 148 બિલિયન ડોલરની સામગ્રી જાપાનમાં નિકાસ કરે છે. આ મહિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જાપાનની મુલાકાતે જવાના હતા. જોકે એક મહિના પહેલા તે મુલાકાત કોરોનાવાયરસના કારણે મુલતવી રાખવામાં આવી હતી. એક દાયકામાં આ પ્રથમ પ્રકારની બન્ને દેશના પ્રધાનો વચ્ચે મુલાકાત યોજાવાની હતી. હજુ સુધી આ મુલાકાત અંગે કોઇ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો