ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, સુરતમાં તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ

સુરતમાં કોરોનાકાળમાં (Surat) પણ દારૂના અડ્ડા (Liquor Den) ધમધમતા હોવાની સતત ફરિયાદ આવી છે. જોકે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban) વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. ત્યારે પોલીસે કાર્યવાહી ન કરતા સુરતમાં લોકો મોડીરાત્રે બગડ્યા હતા અને આ દારૂના અડ્ડા પર જનતા રેડ (Janta Raid on Liquor Den) કરી હતી. જોકે, આ ઘટનાનો વીડિયો હાલમાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ અડ્ડો તો તાપી નદીના કિનારા પાસે અને તે પણ પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો હોય તેવું જ જણાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાકાળમાં લોકોના વેપાર ઉધોગ બંધ છે, તેવામાં ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે ત્યારે લોકો માસ્ક વગર નીકળે તો પોલીસ દંડ કરતી હોય છે પણ જાહેરમાં ચાલતા દારૂનાં અડ્ડા વિશે પોલીસ અજાણ હોય તે વાત માનવામાં આવતી નથી. બીજી બાજુ આવા દારૂના અડ્ડા પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા હોય છે અને દારૂની વેચાણ કરતા બૂટલેગર પોલીસને હપ્તા પેટે રૂપિયા આપતા હોય છે. જેને લઈને તે જે વિસ્તારમાં દારૂનું વેચાણ કરતા હોય છે ત્યાં દાદાગીરી પણ કરતા હોય છે.

ત્યારે સુરતના ચોક બજાર ખાતે આવેલ ભરી માતા તાપી નદી કિનારા પાસે દારૂનું વેચાણ કરે છે. જો આ બૂટલેગર સમગ્ર વિસ્તારમાં પોતાની દાદાગીરી કરતા હોય જેને લઈને તે વિસ્તારના લોકો આ બૂટલેગરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે આ બૂટલેગર ઇલેક્ટ્રિક પોળ પરથી પણ ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરતો હતો.

જોકે, આ બુટલેગર વિરુદ્ધ સ્થાનિક લોકો અવારનવાર ફરિયાદ કરીને થાકી ગયા હતા. જેને લઈને લોકોનો રોષ ગતરોજ ફૂટી નીકળ્યો હતો અને જોત જોતામાં લોકો મોટી સંખ્યામાં આ બુટલેગરને ત્યાં હલ્લાબોલ કરી જનતા રેડ કરી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો.

જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક બનાવ વળી જગ્યા પર પહોંચીને આ મામલે થાળે પાડવાનો પ્રયાસ હતો.પણ આ દારૂનો અડ્ડો પોલીસની છત્રછાયા ચાલતો હોવાને લઇને લોકોના રોષનો ભોગ પણ પોલીસને બનાવનો વારો આવ્યો હતો. જોકે લોકોએ આ જાણતા રેડના વીડિયો સોશિયલ વાઇરલ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો