20 વર્ષના રિસર્ચ બાદ વિકસાવવામાં આવ્યા ડાયાબીટિસમા ફાયદાકારક ‘જામવંત’ જાંબુ

20 વર્ષના અથાગ પરિશ્રમ બાદ વૈજ્ઞાનિકોએ જાંબુની ‘જામવંત’ નામની નવી પ્રજાતિ વિકસાવી છે. આ ડાયાબીટિસ કન્ટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ઉપરાંત આ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ સાથે સંબંધિત કેન્દ્રીય ઉપોષ્ણ બાગકામ સંસ્થા, લખનઉના વૈજ્ઞાનિકોએ લગભગ બે દશકના અનુસંધાન પછી જામવંત જાંબુ તૈયાર કર્યા છે. આ કડવા જરાય નથી અને તે 90થી 92% પલ્પી છે. તેનો ઠળિયો ઘણો નાનો હોય છે.

જાંબુના વિશાળ વૃક્ષની જગ્યાએ આ વૃક્ષને નાનું અને ગીચ ડાળીઓવાળું બનાવવામાં આવ્યું છે. આ જાંબુને વ્યવસાયિક વપરાશ માટે માર્કેટમાં મોકલી દેવાયા આવ્યા છે.

જામવંત એન્ટિડાયાબીટિક અને એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર છે

સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર આનંદ કુમાર સિંહના જણાવ્યા મુજબ, જામવંત એન્ટિડાયાબીટિક અને બાયોએક્ટિવથી ભરપૂર છે. આ જાંબુને મે મહિનાથી જુલાઈ મહિના દરમ્યાન રોજબરોજના વપરાશમાં લઇ શકાય છે. આકર્ષક જાંબલી રંગની સાથે મોટા આકારના ફળોનો ગુચ્છો આ ફળની ખાસિયત છે. આ ઉપરાંત બીજી ખાસિયત તેની 16-17 બ્રિક્સની મીઠાશ પણ છે.

જામવંત જાંબુનું એવરેજ વજન 24.05 ગ્રામ છે. તેના ફૂલ જૂનના બીજા અને ત્રીજા અઠવાડિયાંમાં નીકળવાના શરૂ થાય છે. સંસ્થાએ ખેડૂતોને આ જાંબુના વ્યવસાયિક ઉત્પાદન માટે ટ્રેઈન કર્યા છે. અલીગઢમાં આના ક્લસ્ટર પ્લાન્ટેશનને વધારવામાં આવી રહ્યું છે.

સંસ્થાના નિદેશક શૈલેન્દ્ર રાજને કહ્યું કે, જામવંતને ખેડૂતોને આપતા પહેલાં તેનું એક ઉપજ અને ગુણવત્તા માટે અલગ-અલગ ભૌગોલિક ક્ષેત્રોમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જામવંત જાંબુ ઉત્તમ સાબિત થયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો