જામનગરમાં પતિ-પત્ની વચ્ચે મારા મારીનો વીચલીત કરતો વિડીયો વાયરલ, પત્નીની ફરિયાદ બાદ પતિની અટકાયત

જામનગર શહેર (Jamnagar)માં રહેતા પતિ પત્ની વચ્ચે ચાલતા ગજગ્રાહમાં પતિએ પત્ની (Husband Wife Fight)ને માર મારવાનો વીચલીત કરતો વિડીયો વાયરલ (Video Viral) થયો છે. પતિ પત્નીના ઝગડાની આ ઘટના જામનગર પોલીસ (Jamnagar Police) મથકે પહોંચી છે અને વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચતા પોલીસે પત્નીને મારવા અંગે પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જામનગર શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક મકાનમાં રહેતા કપલના 15 વર્ષના લગ્ન જીવનમાં તેમને સંતાનમાં એક દીકરો પણ છે. ત્યારે લગ્નના આટલા વર્ષ બાદ પણ બંને વચ્ચે બોલાચાલી બાદ મામલો એટલો વણસ્યો કે મારા મારી પર આવી ગયો. અમે આવા પ્રકારે મહિલા પર થઈ રહેલા અત્યારની નીંદા કરીએ છીએ.

પત્નીએ પોલીસને જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી પતિ અને તેમના વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો, જેને લઇને પતિ-પત્ની એક જ મકાનમાં અલગ-અલગ વસવાટ કરી રહ્યા છે. પતિ પોતાના મકાનમાં નીચે રહે છે, જ્યારે તેમના પત્ની ઉપરના ભાગે અલગથી રહે છે અ,ને બંને વચ્ચે ચાલી રહેલા ઘર કંકાસને લઈને બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, તેવામાં તાજેતરમાં જ પત્ની કડાઈ લેવા માટે ગયા હતા અને સામાન્ય બોલાચાલી બાદ એકાએક પતિએ ઉપર આવીને હુમલો કરી દીધો હતો.

આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવી લેવામાં આવ્યો છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને પતિ-પત્નીનો બંધ બારણાના કંકાસનો, વીડિયો વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

જામનગરમાં પતિ-પત્નીના કંકાસનો આ બનાવ શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચતા પત્નીએ સમગ્ર ઘટનાને લઈને પોતાના પતિ વિરુદ્ધ વારંવાર દુઃખ ત્રાસ ગુજારી માર મારવા અંગે ફરિયાદ નોંધાવતાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એમ.એલ.ઓડેદરાએ તપાસ હાથ ધરી મારકુટ કરનાર પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો