જામનગરની કાળજું કંપાવનારી ઘટના: પોલીસકર્મી અને તેની પત્નીનો આપઘાત, બાળક માતાના મૃતદેહ સાથે રમતું હતું
જામનગરના પોલીસ હેડકવાર્ટર (Jamnagar Police Headquarter)માં એક પોલીસકર્મીએ તેની પત્ની સાથે પોતાના રહેણાક મકાનમાં આપઘાત કરી લીધો છે. મોડી રાત્રે પોલીસને બંનેનાં મૃતદેહ (Deadbody) મળી આવ્યા હતા. પોલીસ કર્મચારીએ આપઘાત (Police Constable Ends life) કરી લીધાની ઘટનાને પગલે એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદમાં પોલીસ કર્મચારી અને તેના પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે ચાર મહિનાનું બાળક નિષ્પ્રાણ માતાના મૃતદેહ પાસે રમી રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને તમામ પોલીસકર્મીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે કે પોલીસકર્મીના પત્નીએ પહેલા આપઘાત કરી લીધો હતો. જે બાદમાં પોલીસકર્મીએ તેનો મૃતદેહ નીચે ઉતારીને પોતે પણ આપઘાત કરી લીધો હતો.
જામનગર શહેરના સરુ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડકવાર્ટરમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ પોલીસને ખબર પડી હતી કે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરતભાઈ માવજીભાઈ જાદવ અને તેના પત્ની જાગૃતીબેને ગળેફાંસો ખાઇ લીધો છે. જેથી ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ ઘટના સ્થળે દોડી હતી. ઘટના સ્થળે પહોંચતા જ પોલીસ હેડ કવાટર્સના 31નંબરના બ્લોકમાં પોતાના રહેણાક મકાનમાં જ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ અને તેના પત્ની જાગૃતિબેનના મૃતદેહ મળી આવ્યા હતા. આ દરમિયાન માતાના નિષ્પ્રાણ દેહ પાસે 3 થી 4 મહિનાનું તેમનું બાળક રમતું મળી આવ્યું હતું. હૃદય કંપાવનાર આ દ્રશ્ય જોઈ સૌ કોઈ અવાક બની ગયા હતા.
બાદમાં તાત્કાલિક પોલીસ દ્વારા પોલીસમેન અને તેના પત્નીના મૃતદેહને પીએમ માટે ખસેડી તેના પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જામનગરના પંચકોશી બી ડિવિઝનમાં આશરે છેલ્લા ત્રણેક વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરત માવજીભાઈ જાદવ સુખીસંપન્ન હતા. ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારના વતની પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવના દોઢેક વર્ષ પહેલાં જ જાગૃતિબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન એક બાળક પણ જન્મ થયો હતો.
તા.17 ઓગસ્ટ 2020ના રોજ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ પરથી બપોરે કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ હેડક્વાર્ટર પોતાના ઘરે ગયા હતા. બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં પોલીસમેન ભરતભાઇ અને તેના પત્નિ જાગૃતિબેને આપઘાત કરી લીધો હતો. ભરતભાઈએ મૃત્યુ પહેલા પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર છેલ્લે 3.56 કલાકે હિન્દી ગીત સાથેનું સ્ટેટ્સ પણ મૂક્યું હતું.
આધારભૂત વર્તુળમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હેડક્વાર્ટરમાં સૌપ્રથમ પોલીસમેન ભરતભાઇ જાદવના પત્ની જાગૃતિબેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેના મૃતદેહને ઉતારી ભરતભાઈએ પણ ગળેફાંસો ખાઈ પોતાની જિંદગી ટૂંકાવી હતી. પોલીસને રાત્રે 8 વાગ્યા આસપાસ આ ઘટનાની જાણ થતાં મોડી રાત સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસમેન તેમજ તેમના પત્નીએ કરેલા આપઘાત અંગે મૃતકના પરિવારજનોને જાણ કરી નિવેદન નોંધવા અને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ કર્મચારી ભરતભાઇ જાદવ અને તેના પત્ની જાગૃતિબેને આપઘાત કરી લેતા તેમનો 3 થી 4 મહિનાના માસૂમ બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

