કાલાવડમાં PSIએ દારૂના મુદ્દામાલમાં કબજે કરેલી કારનો વ્યક્તિગત ઉપયોગ શરૂ કરતાં PSI રાદડીયા સસ્પેન્ડ

જામનગરમાં પકડાયેલી કાર PSIએ પોતાના ઉપયોગમાં લીધી હતી. કબજે કરેલી કારમાં PSI એસ.એમ. રાદડિયાના પત્ની જોવા મળ્યા હતાં. કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયાના પત્ની કાર સાથે જોવા મળ્યા હતાં. એક માસ પૂર્વે દારૂ કેસમાં કાર કબજે કરવામાં આવી હતી. PSIના પત્ની કારમાં બેસી અન્ય ગામે જતાં જોવા મળ્યા હતાં. હાલ આ કાર અને PSIના પત્નીનો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યાં હતા. જ્યારબાદ આજે કાર્યવાહી કરતા PSI સંદીપ રાદડિયાને જામનગર SPએ સસ્પેન્ડ કર્યા છે.

એક માસ પૂર્વે જામનગરના કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં દારૂ કેસમાં એક કાર કબજે લેવાઇ હતી. આ કારનો ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI દ્વારા દુરૂપયોગ કરાતો હોવાનું સામે આવ્યું હતું. કારના માલિક અને તેના વકીલ દ્વારા ગઇકાલે PSI દ્વારા ઉપયોગમાં લેવાતી કારનો પીછો કરતા કારની અંદર PSIના પત્ની મુસાફરી કરી રહ્યા હતા. આ કાર જીઆરડી ગાર્ડ ચલાવતા હતા. જેનું કાર માલિકના વકીલ પ્રભાવેને વીડિયો શુટીંગ કરી લીધું હતું. જોકે આ વીડિયોને ડીલીટ કરાવવા માટે વકીલની કારનો ટોળાએ પીછો કર્યો હતો અને કાલાવડ તાલુકાના ભાવાભી-ખીજડીયા ગામ પાસે પથ્થરમારો પણ કર્યો હતો. જેન લઇને વકીલની ગાડીના કાચ તૂટી ગયા હતા. તો વકીલનો ભત્રીજો પણ ઇજાગ્રસ્ત થયો હતો.

વકીલ પ્રભાબેનને જાણ થઈ હતી કે તેઓ નો પીછો કરવામાં આવી રહ્યો છે. જેથી તેમણે પોતાની કાર તુરત જ સાતૂદડ વાવડી તરફ વાળી હતી. દરમિયાન કાલાવડ તાલુકાના ભાવાભી-ખીજડીયા ગામ પાસે પથ્થરમારો થયો હતો અને કાર રોકવાના પ્રયત્ન થયા હતા. પરંતુ ત્યાંથી કાર ભગાવી દીધી હતી. ત્યાર પછી સાતુદડ વાવડી પાસે પણ ફરીથી ટોળાએ પથ્થરોના ઘા કર્યા હતા. જેમાં વકીલ પ્રભાબેન ના પુત્રને ઈજા થઈ હતી તેમ જ ગાડીના કાચ વગેરે તૂટી ગયા હતા તો ગાડીને પણ નુકસાન થયું હતું.

જિલ્લા પોલીસ વડા સમક્ષ સમગ્ર મામલો લઈ જવામાં આવ્યો હતો

આ સમગ્ર મામલાને દબાવવાના અનેક પ્રયાસો થયા હતા. જોકે તેઓ બાદમાં વકીલ પોતાના ઘર પર પહોંચી ગયા હતા. આ મામલે જામનગરના વકીલે પણ મદદ કરી હતી. પોતે ઉતારેલો વિડીયો જામનગરના એડવોકેટ અમિત પરમારને ફોરવર્ડ કર્યો હતો. જેથી એડવોકેટ અમિત પરમાર દ્વારા સમગ્ર મામલો જામનગરના જિલ્લા પોલીસ વડા સમક્ષ લઇ જવામાં આવ્યો હતો. જેને લઇને જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

PSI સંદીપ રાદડિયાને જામનગર SPએ સસ્પેન્ડ કર્યા

જામનગરમાં PSI દ્વારા જપ્ત કારના ઉપયોગનો મામલે ઉચ્ચ અધિકારીએ કાર્યવાહી કરી છે. PSI સંદીપ રાદડિયાને જામનગર SPએ સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે, કબ્જે કરેલી કારમાં PSI રાદડિયાના પત્ની જોવા મળ્યા હતા. એક માસ પૂર્વે દારૂ કેસમાં કબ્જે કરાઈ કાર હતી. કાર સાથે PSIના પત્નીનો વીડિઓ વાયરલ થતા સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા હતા.

એક મહિના પહેલા દારૂ કેસમાં ઝડપાઇ હતી કાર

ઉલ્લેખનીય છે કે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તારીખ 26-8-2020ના રોજ ઇંગ્લિશ દારૂ અંગેનો એક કેસ કરવામાં આવ્યો હતો. જેમાં GJ-3-LG-8413 નંબરની કાર દારૂના જથ્થા સાથે કબજે કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. જે કાર દોઢ મહિનાથી પોલીસ સ્ટેશનમાં પડી હતી. દરમિયાન કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયા તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા કારનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી દ્વારા પોતાના અંગત ઉપયોગમાં લેવામાં આવતો હોવાની માહિતી કારના માલિકને મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો