પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! જામનગર કાલાવડ હાઇવે પર સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને રસ્તામાં આંતરી છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

ઘર કંકાસનું કારણ ગમે ત્યારે પરિવારનો (family) માળો વિખી નાખતું હોય છે. ત્યારે જામનગરમાં (Jamnagar) પણ કંઈક આવું જ બન્યું છે. જામનગર કાલાવડ હાઇવે (Jamnagar-kalavad highway) પર મહાપ્રભુજીની બેઠક નજીક જ સવારે પતિએ જ પત્નિને રસ્તામાં આંતરી છરી વડે મોતને (husband killed wife) ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. શિક્ષિકા પત્ની શાળાએ (teacher wife school) જતી હતી ત્યારે એકાએક આવેલા પતિએ જ પત્નીનું ઘરકંકાશને લઈને રસ્તામાં જ ઢીમ ઢાળી દીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જામનગરમાં પતિએ જ પત્નીની સરાજાહેર હત્યા નિપજાવી છે. નાના થાવરીયા ગામે શિક્ષિકા તરીકે નોકરી કરતી અને ગુલાબ નગર વિસ્તારના વૃંદાવન સોસાયટી-2માં રહેતા નીતાબેન પ્રફુલભાઈ ડાભી નામના 40 વર્ષીય મહિલાને નોકરી પર જતા હતા. ત્યારે જ પાછળથી તેના પતિએ આવી ગૃહ કંકાસ ને કારણે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

મૃતક શિક્ષિકા નીતાબેન ના લગ્ન બાદ સંતાનમાં 21વર્ષની કવિતા નામની દીકરીનો જન્મ થયો હતો. ત્રણેય અલગ જ રહેતા હતા. મૃતક શિક્ષિકા નીતાબેન ના ભાઈ અમિત ધારવિયા ના જણાવ્યા પ્રમાણે, નીતાબેન અને પ્રફુલભાઈ વચ્ચે અવાર-નવાર છેલ્લા આઠ વર્ષથી બંને પતિ-પત્નિ ઘરકંકાશને કારણે બોલચાલ અને નાના મોટા ઝઘડા થતા હતા.

તાજેતરમાં જ કંઈપણ કામ નહીં કરતા પતિ પ્રફુલ્લ ડાભી સાથે બોલાચાલી થતા નીતાબેન છેલ્લા 10 દિવસથી તેના પિતા રતિલાલ ધરવીયાને ત્યાં માવતરે ગયા હતા. અને 7,જૂન,2021ના સોમવારે સ્કૂલ ખુલતા તેઓ નાના થાવરીયા શાળાએ નોકરી માટે નિકળ્યા હતા. આ દરમ્યાન જ તેના પતિ પ્રફુલ્લભાઈ ડાભીએ પાછળથી આવીને આંતરી લીધા હતા અને અચાનક જ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

જામનગર-કાલાવડ હાઇવે પર આવેલા મહાપ્રભુજીની બેઠક પાસે રસ્તા પર જ હુમલો કરી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ અંગેની જાણ થતાં સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને છરી વડે હુમલો કરનાર પતિને લોકોએ ઝડપી પાડ્યો હતો.

આ દરમ્યાન પતિએ મોતને ઘાટ ઉતરેલા પત્નીના મૃતદેહને તાત્કાલિક પોલીસે પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં મૃતક શિક્ષિકા નિતાબેનના પરિવારજનોના પોલીસ દ્વારા નિવેદન લઈને જામનગર શહેરના એએસપી નિતેષ પાંડેયના માર્ગદર્શન હેઠળ સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો