200 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોરોના વાઇરસને કારણે વીરપુરના જલારામ મંદિરનું અન્નક્ષેત્ર બંધ રહ્યું
જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે 22 માર્ચે બંધ રહ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર 200 વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન આપવામા આવી રહ્યપં છે. 200 વર્ષ પછી આજે 22 માર્ચના રોજ મંદિરનું અન્નક્ષેત્ર બંધ રાખવામાં આવ્યું હતું.
કુદરતી આફતોમાં પણ મંદિર કે અન્નક્ષેત્ર બંધ થયું નથી
ગુજરાતમાં કે ભારતમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કે કુદરતી આફતો હોય પરંતુ આ મંદિરનું અન્નક્ષેત્ર ક્યારેય બંધ રાખવામાં આવ્યું નથી. ભૂકંપ અથવા તો પૂજ્ય બાપાના પરિવારજનોમાં કોઈ પણનો દેહવિલય થયો હોય ત્યારે પણ કોઈ દિવસ પૂજ્ય બાપાનું મંદિર કે બાપાનું અન્નક્ષેત્ર બંધ નથી રહ્યું. પરંતુ લોકોના હિતમાં મંદિર દ્વારા પહેલીવાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશની પ્રજાને રવિવારના રોજ જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. જેને રાજ્યમાં પૂરૂ સમર્થન મળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

