જાયફળ માત્ર મસાલો નથી, ઔષધી પણ છે: સાંધા અને માંસપેશીઓના દુખાવાને કરે છે દૂર, બ્લડપ્રેશર તેમજ બ્લડશુગર પણ ઓછું કરે છે

જાયફળનો મોટે ભાગે ઉપયોગ ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ આ ઉપરાંત પણ એના અનેક ફાયદા છે. એ વધેલા બ્લડપ્રેશરને ઓછું કરે છે અને ઊંઘ ના આવવાની તકલીફને પણ દૂર કરે છે. યોગ્ય માત્રામાં જાયફળ લેવામાં આવે તો બ્લડશુગર ઓછું થાય છે, આથી આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. હેલ્થકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયટિશિયન ડૉ. અનુજા ગૌર પાસેથી જાણો જાયફળના ફાયદા….

1. સોજા, માંસપેશીઓ અને સાંધાના દુખાવામાં રાહત

જાયફળમાં શક્તિશાળી સંયોજનોનું મિશ્રણ હોય છે, જે બીમારીઓને રોકવામાં અને સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. જાયફળનું તેલ લગાવવાથી સોજા, માંસપેશીઓ અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.

2. કબજિયાત, ગેસ અને ઊંઘ ના આવવાની સમસ્યાને દૂર કરે છે

આયુર્વેદ પ્રમાણે, એક ચપટી જાયફળના પાઉડરને એક ગ્લાસ ગરમ દૂધમાં ભેળવીને રાતે સૂતા પહેલાં પીવું જોઈએ. તેમાં થોડી બદામ અને ઈલાયચી-પાઉડર પણ ઉમેરી શકો છો. એ પાચનમાં મદદ કરે છે. જો તમે કબજિયાત, પેટ ફૂલવું કે ગેસની તકલીફથી પીડિત છો તો સૂપમાં એક ચપટી જાયફળ-પાઉડર ઉમેરીને પીવો. એનાથી યાદશક્તિ પણ વધે છે.

3. મોંની દુર્ગંધનો નાશ કરે છે

એ મોંના બેકટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. આ બેકટેરિયાને લીધે શ્વાસ લેવામાં પણ દુર્ગંધ આવે છે. જાયફળ આયુર્વેદિક ટૂથપેસ્ટ અને ગમ પેસ્ટની સામગ્રીમાં ઉપયોગમાં લેવાય છે.

4. સ્ટ્રેસ અને વધેલું બ્લડપ્રેશર ઓછું કરે છે

જાયફળમાં સ્ટ્રેસ ઓછા કરવાના ગુણ હોય છે. એ રક્તવાહિનીઓને આરામ આપીને હૃદયના કાર્યને સારી રીતે ચાલવામાં મદદ કરે છે. બ્લડપ્રેશર સામાન્ય કરવાથી હૃદય રોગોનું જોખમ ઓછું કરી શકાય છે.

5. લિવરના સોજા દૂર કરે છે

જાયફળ મેરિસલિગનનથી ભરપૂર હોય છે, એ લિવર ડિસઓર્ડર અને ઘાની સારવારમાં મદદ કરે છે. રિસર્ચમાં ખબર પડી કે જાયફળમાં મળતો અર્ક, હેપેટાઈસીસમાં સોજાની સારવારમાં પણ મદદરૂપ છે.

6. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

એમાં એન્ટિઓક્સિડન્ટની ભરપૂર માત્રા હોય છે. રિસર્ચ પ્રમાણે, જાયફળના ઉપયોગથી બ્લડશુગર ઓછું થાય છે.

7. ગરમ મસાલો

જાયફળ સામાન્ય રીતે મીઠાઈ, મસાલેદાર ભોજન, પુડિંગ, કસ્ટર્ડ, કુકીઝ અને મસાલા કેકમાં વપરાય છે. એ પનીરની વાનગીઓમાં પણ સારી રીતે ભળી જાય છે. સૂપમાં પણ જાયફળ મિક્સ કરીને પી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો