ગોળથી બનેલી ‘ચા’ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક, ગંભીરમાં ગંભીર બીમારીઓથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો

ગોળમાં (jaggery)વિટામીન, આયરન, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ ગુણ હોય છે. તેનાથી તૈયાર કરેલી ચાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ (Immunity)વધવાની સાથે બીમારીઓથી બચાવ રહે છે. સાથે જ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસથી (Corona virus)લડવાની તાકાત મળશે. તો ચાલો જાણીએ તેનાથી મળતા ફાયદા અંગે જાણીએ. પરંતુ તે પહેલા જાણીએ કે કેવી રીતે બનાવાય ગોળ વાળી ચા…

સામગ્રી:

  • પાણી – 1 કપ
  • દૂધ – 2 કપ
  • ગોળ, – 3-4 ચમચી (પીસેલો)
  • ચા પત્તી – 2 ચમચી
  • વરિયાળી – 1 ચમચી
  • આદુ પાવડર – 1/2 ચમચી
  • નાની એલચી પાવડર – 1/2 ચમચી
  • કાળા મરી પાવડર – 1/2 ચમચી

બનાવવાની રીત:

સૌ પ્રથમ પેનમાં પાણી, એલચી, વરિયાળી, કાળામરી પાવડર, આદુ પાવડર તેમજ ચા પત્તી ઉમેરો હવે એક ઉભરો આવ્યા પછી તેમા દૂધ ઉકળવા દો. હવે તેમા ગોળ ઉમેરી લો. ગોળ મિક્સ થઇ ગયા બાદ ગેસ બંધ કરીને તેને ગળણીથી ગાળીને પીઓ.

નોંધ- ચાને લાંબા સમય સુધી ગોળ નાખીને ઉકાળો નહીં. નહીં તો ચા ફાટી શકે છે.

તો ચાલો હવે જાણીએ આ ગોળની ચા પીવાના ફાયદાઓ વિશે …

માઇગ્રેનથી મળશે રાહત

એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાઈરલ ગુણથી ભરપૂર ગોળનું સેવન કરવાથી આધાશીશીના(Migraine) દુખાવામાં અથવા સામાન્ય માથાનો દુખાવોથી રાહત મળે છે. ખાસ કરીને ગાયના દૂધ અને ગોળમાંથી તૈયાર ચા પીવાથી વ્યક્તિને થોડીવારમાં દુખાવાથી રાહત મળે છે.

વજન નિયંત્રિત રહેશે

ગોળ ને કુદરતી ખાંડ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. આ વજન વધારવાની (Weight)સમસ્યાથી બચી શકે છે. ખાસ કરીને શિયાળામાં લોકો વારંવાર ચા પીવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે.

સારા પાચન તંત્ર માટે

આમાંથી તૈયાર કરેલી ચાનું સેવન કરવાથી પાચક સિસ્ટમ (Digest system)સારી રીતે કામ કરે છે. તેમાંથી તૈયાર કરેલી ચાનું સેવન કરવાથી પેટની સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

તેના ઉર્જા બૂસ્ટર ફૂડની યાદીમાં સામેલ કરવામાં આવે છે. આમાંથી તૈયાર કરેલી ચાનું સેવન રોગો સાથે લડવાની શક્તિ વધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં (Immunity) વધારો કરે છે. ઉપરાંત, આખો દિવસ શરીર હેલ્ધી રહે છે.

વધારે ગોળના સેવનથી રહો દૂર

– ભલે ગોળ પોષક તત્વો ભરેલો હોય તો પણ તેની તાસીર ગરમ હોવાના કારણે તેનું સેવન સીમિત પ્રમાણમાં કરવું જોઇએ. નહીંતર સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે.

– ખૂબ ગોળનું સેવન કરવાથી પાચક શક્તિ નબળી પડી શકે છે.

– નાકમાંથી લોહી પણ નીકળી શકે છે.

– વજન વધવાની પરેશાની થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો