કોરોના સામે લડવા આ વ્યક્તિએ આપ્યું દુનિયાનું સૌથી મોટું દાન, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો

જૈક ડોર્સીએ કોરોના વાયરસ સામે લડવા માટે અત્યાર સુધીમાં દુનિયાનું સૌથી મોટું દાન આપ્યું છે. તેઓ Twitterના ફાઉન્ડર અને CEO છે. આ પૈસા તેમના નેટ વર્થના લગભગ 28 ટકા છે. Twitter CEO Jack Dorseyએ કહ્યું છે કે, તે Squaireમાં લગાવવામાં આવેલા 1 બિલિયન ડૉલર એટલે કે લગભગ 7500 કરોડથી પણ વધુ રૂપિયાની ઈક્વિટીને એક ચેરિટેબલ ફંડમાં ડોનેટ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, આ ફંડ Start Small LLCને Global Covid-19 Relief હેઠળ આપવામાં આવશે. જણાવી દઈએ કે, સ્ક્વૉયર એક કંપની છે, જેના કો-ફાઉન્ડર જૈક ડોર્સી છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, આ ડોનેશન તેમના નેટ વર્થના 28 ટકા બરાબર છે. ગાર્ડિયનની એક રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં કોરોના વાયરસથી લડવા માટે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટું ડોનેશન છે. જેફ બેજોસની વાત કરીએ તો તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમણે 100 મિલિયન ડૉલર અમેરિકન ફૂડ બેંકમાં દાન કર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

Bloomberg Billionaires Index અનુસાર, ટ્વીટર અને સ્ક્વૉયરના કો-ફાઉન્ડર જૈક ડોર્સીને નેટ વર્થ 3.9 બિલિયન ડૉલર છે. જોકે, હજુ પણ જૈક ડોર્સીએ ચોખવટ કરી નથી કે આ ફંડ કોરોના સામેની જંગ માટે ક્યાં મોકલવામાં આવશે. જૈક ડોર્સીએ ટ્વીટ કરી લખ્યું છે, આ મહામારીના ખતમ થયા પછી અમારું ફોકસ ગર્લ્સ હેલ્થ અને એજ્યુકેશન પર શિફ્ટ થઈ જશે. તેમણે એવું પણ કહ્યું છે કે, આ ટ્રાન્સપરેંટ રીતે કામ કરશે. આ ટ્વીટની સાથે તેમણે એક ગૂગલ ડોક્યુમેન્ટ પણ અટેચ કર્યું છે. ટ્વીટની સાથે અટેચ ગૂગલ ડોક્યુમેન્ટ માધ્યમે તે ચાહે છે કે, તેમના દ્વારા કરવામાં આવેલા ફંડ ડોનેશનને પબ્લિકલી ટ્રેક પણ કરવામાં આવી શકે.

સામાન્ય રીતે લિમિટેડ લાયબિલિટી કંપની એટલે કે LLC, જેના દ્વારા જૈક ડોર્સી ડોનેટ કરી રહ્યો છે, તેમાં ટ્રાન્સપરન્સીને લઈને સમસ્યા આવે છે. માટે તેમણે આ ડિટેલ્સ શેર કરી છે. જણાવી દઈએ કે, Twitterના ફાઉન્ડર અને CEO જૈક ડોર્સીએ કોરોના વાયરસ સામે લડવા માટે 1 બિલિયન ડૉલર એટલે કે લગભગ 76.13 અબજ રૂપિયાનું દાન કરવાનું એલાન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો