વિઠ્ઠલભાઈ રાદડિયાનું જિલ્લા બેંકના ચેરમેનપદેથી રાજીનામું, જયેશભાઇ બન્યા નવા ચેરમેન

રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિઠ્ઠલ રાદડિયાની છેલ્લા કેટલા સમયથી નાદુરસ્ત તબીયતના કારણે બેંકના વહીવટી કામકાજમાં ધ્યાન આપી શકતા નથી. પરીણામે તેમણે બેંકના ચેરમેનપદેથી રાજિનામુ આપ્યુ છે. રાજિનામુ આપતા ચેરમેનપદ માટે ચુંટણી પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે. ચેરમેનપદે તેમના પુત્ર અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની નિમંણુક કરવામાં આવી છે

 

નાબાર્ડે સમગ્ર દેશની નમુનેદાર જિલ્લા બેંકનો ખિતાબ રાજકોટ જિલ્લા બેંકને આપ્યો છે અને આ બેંકની વહીવટી કામગીરીમાંથી અન્ય જિલ્લા બેંક પ્રેરણા લે તે માટે નાબાર્ડ સમયાંતરે રાજકોટ જિલ્લા બેંકના પ્રવાસનુ આયોજન કરે છે. રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તરીકે વિઠ્ઠલ રાદડિયાએ ખેડૂત ઉપયોગી અનેક કામો કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાદડિયાની તબીયત નરમ હોવાથી અમદાવાદમાં સારવાર લઇ રહ્યા છે. એક સમયે તેમની હાલત ગંભીર હોવાનુ ડોક્ટરોને જણાવ્યુ હતુ. પરંતુ છેલ્લા 15 દિવસથી રાદડિયા માત્ર ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તબીયતમાં સુધારો થતાની સાથે રાદડિયાએ બેંકના વહીવટી કામમાં ધ્યાન નહી આપી શકતા બેંકના બોર્ડને રાજિનામુ મોકલી આપ્યુ છે. જે બોર્ડ બેઠકમાં મંજુર કરી દેવામાં આવ્યુ છે. નવા ચેરમેન તરીકે જયેશ રાદડિયાની નિમણુંક કરવામાં આવી છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો