પ્રેમ સબંધનો આવ્યો કરૂણ અંજામ: જામનગરના ઝાંખર નજીક પ્રેમીએ યુવતીની કરપીણ હત્યા કરી, ખુલ્યું રહસ્યમય કારણ

જામનગર ખંભાળીયા હાઈ વે પર આવેલા ઝાંખર પડાણાના માર્ગે છ દિવસ પહેલા અજાણી યુવતીની હત્યાના કેસમાં પોલીસે મીઠાપુર રહેતા મૃતક યુવતીના ભાઈના સગા સાળાને પકડી પાડી તેનો કોવિડ ટેસ્ટ કરાવીને તેને વિધિવત અટક કરવાની કામગીરી હાથ ધરી છે.

મેઘપર પોલીસ મથકના તાબા હેઠળના ઝાંખર પડાણા ગામના ગાડા માર્ગ નજીક ગત તા.14 મેના રોજ અજાણી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ મેઘપર પોલીસે આજે ગુનો ઉકેલી નોંખીને યુવતીની હત્યા અંગે મૃતકના ભાઈના સાળાની અટકાયત કરી છે.

મેઘપર પોલીસ મથકના પીએસઆઈ કે.આર. સીસોદીયાએ જણાવ્યું હતું કે, હત્યાના બનાવ બાદ એસપી દીપન ભદ્રનની સૂચનાથી જુદી જુદી પોલીસ ટીમોએ સહિયારી કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત પોલીસની તપાસમાં લાશ જામનગરની સ્વામિનારાયણ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી કલ્યાણપુર તાલુકાની સીમાબેન પાંડાવદરા નામની યુવતીની હોવાનું ખુલ્યું હતું. જે બાદ યુવતીના ગુમ થયેલા મોબાઈલની ડીટેઈલની તપાસ હાથ ધરવામાં આવતાં તેના સંપર્કમાં મીઠાપુરનો નાગેશ ઉર્ફે નક્શ મનુભાઈ વેગડા નામનો યુવક વધુ રહેતો હતો.

તેથી પોલીસે તેને શંકાના આધારે મીઠાપુર પોલીસની મદદથી સુરજકરાડી રોડ પરથી અટકાયતમાં લઈને આગવી ઢબે પુછપરછ હાથ ધરતાં યુવક મૃત યુવતીના મોટાભાઈનો સગો સાળો થતો હોવાનું અને બન્ને દોઢવર્ષથી પ્રેમ સંબંધ ધરાવતા હોવાનું અને પોતે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો.

પરંતુ યુવતી સીમા અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતી હોય જે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થતાં તેનું મનદુ:ખ રાખીને તા.13ના રોજ ખંભાળીથી બન્ને ફરીને સાથે પરત આવતા હતા, ત્યારે ગુનાને અંજામ આપ્યાની કબુલાત આપતાં તેને અટકાયતમાં લઈને કોવિડ ટેસ્ટ બાદ તેને વિધિવત અટક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો