દિલ્હી AIIMSના સંશોધકોનો દાવો- હોસ્પિટલમાં દાખલ કરતી વખતે માત્ર 11.1 ટકા દર્દીઓને તાવ હતો, જણાવી 5 ખાસ બાબતો
જો માત્ર તાવને કોવિડ-19નું મુખ્ય લક્ષણ માનવામાં આવે તો કોરોનાના ઘણા કેસો ચૂકી જઈશું. આ દાવો ભારતીય સંશોધકોએ AIIMS દિલ્હીમાં 144 કોરોના પીડિતો પર રિસર્ચ બાદ કર્યો છે. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચ 20 માર્ચથી 15 એપ્રિલની વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમાં 93 ટકા પુરુષો સામેલ હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
5 બાબતોઃ શું તાવ સિવાય બીજા લક્ષણો પર પણ ધ્યાન આપવું જરૂરી છે
# 1) 17 ટકા દર્દીઓમાં જ તાવના લક્ષણ જોવા મળ્યા
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, દાખલ કરતી વખતે માત્ર 11.1 ટકા દર્દીઓને તાવ આવ્યો હતો. રિસર્ચ દરમિયાન માત્ર 17 ટકા કોરોનાના દર્દીઓમાં તાવનાં લક્ષણ જોવા મળ્યાં હતાં, આ આંકડો દુનિયાભરમાં આવા કિસ્સાઓની સરખામણીએ ઓછો હતો. જેમ કે, ચીનની હોસ્પિટલમાં દાખલ કરતી વખતે 40 ટકા કોરોના પીડિતોમાં તાવનાં લક્ષણ જોવા મળ્યાં હતાં. 88 ટકા દર્દીઓમાં તાવના લક્ષણ હોસ્પિટલમાં દાખલ થયા બાદ સામે આવ્યાં હતાં.
# 2) દાખલ કરતી વખતે 44 ટકા દર્દી એસિમ્પ્ટોમેટિક
રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 44 ટકા દર્દી હોસ્પિટલમાં દાખલ કરતા સમયે એસિમ્પ્ટોમેટિક હતા.એટલે કે, તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નહોતા. આવા કેસ કમ્યુનિટી ટ્રાન્સમિશનનું કારણ બની શકે છે. આ સૌથી ગંભીર પાસું છે.
#3) યુવાનોમાં કોરોનાના મોટાભાગના કેસ એસિમ્પ્ટોમેટિક
રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, યુવાનોમાં કોરોનાના જે કેસ સામે આવ્યા છે, તેમાંથી મોટાભાગના એવા છે જેમનામાં લક્ષણો દેખાતા નહોતા. લાંબા સમય સુધી તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ વય જૂથમાં આવા કેસ ઘણા ઓછા સામે આવે છે, જેમને ICUમાં દાખલ કરવાની જરૂર પડે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના દર્દીઓ ગીચ વિસ્તારમાંથી આવી રહ્યા છે. સ્ક્રીનિંગ કરતી વખતે જાણવા મળે છે કે તેઓ હોટસ્પોટ એરિયામાં રહે છે.
#4) 2.8 ટકા દર્દીઓના સ્થિતિ ગંભીર થઈ
144 દર્દીઓમાંથી 2.8 ટકા જ કોવિડ-19ની ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા, તેમજ 97.2 ટકા લોકોમાં હળવાં લક્ષણ જોવા મળ્યાં હતાં. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન સાબિત થયું કે, બીમારીની ગંભીરતા, ઉંમર, જેન્ડર, અને ધૂમ્રપાન વચ્ચે કોઈ સંબંધ નથી. કોરોનાના દર્દીઓમાં મૃત્યુ દર 1.4 ટકા હતો.
#5) માત્ર એક ટકા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી
રિસર્ચ દરમિયાન મોટાભાગના દર્દીઓને વિટામિન-C પેરાસિટામોલ અને એન્ટિહિસ્ટેમાઈન આપવામાં આવી. 29 દર્દીઓને એન્ટિબાયોટિક્સ એઝિથ્રોમાયસિન આપવામાં આવી. જ્યારે 27 દર્દીઓને એન્ટિ મેલેરિયા ડ્રગ હાઈડ્રોક્સિક્લોરોક્વિન આપવામાં આવી. 11 દર્દીઓને હાઈડ્રોક્સિક્લોરોક્વિન અને એઝિથ્રોમાયસિન બંને આપવામાં આવી. માત્ર એક દર્દીને વેન્ટિલેટર અને 5 પીડિતોને ઓક્સિજન આપવામાં આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

