ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આજે સાંજે 7.16 વાગ્યે અમદાવાદમાંથી નરી આંખે જોઇ શકાશે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને (ISS) 10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે. અવકાશમાં તરતો મૂકાયેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ISS અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે પસાર થશે. આ નજારો 6 મિનિટ 32 સેકન્ડ સુધી નરી આંખે જોઇ શકાશે. ઉનાળામાં આકાશ દર્શનમાં મોટાભાગે કોઇ વિક્ષેપો સર્જાતાનથી. આ સ્થિતિમાં 10મીએ સાંજે વાદળો નહીં હોય તો ISSને જોવામાં સરળતા રહેશે. સુરતમાં સાંજે 7.17 કલાકે પસાર થશે.

ISSને પૃથ્વીનું એક ચક્કર કાપતા 93 મિનિટનો સમય લાગે છે

ફૂટબોલના મેદાન જેટલું કદ ધરાવતો ISS એક માત્ર એવો માનવસર્જિત ઉપગ્રહ છે કે જેના પર વૈજ્ઞાનિકો રહી શકે છે. ISSને પૃથ્વીનું એક ચક્કર કાપતા 93 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે કે તે અંદાજિત દોઢ કલાકે પૃથ્વીનું એક ચક્કર પૂરું કરે છે. દરરોજે તે પૃથ્વી ફરતે 16 જેટલા ચક્કર કાપે છે. પૃથ્વી પરના દેશોની ભૌગોલિક સ્થિતિ મુજબ દર વખતે આપણા પરથી જ પસાર થાય તે જરૂરી નથી, એટલે તે દર વખતે નિહાળી શકાતો નથી. તેના સારા વ્યૂ માટે આગાહી કરવામાં આવે છે. જે મુજબ આ વખતે અમદાવાદ સહિતના રાજ્યમાંથી 10મીએ સાંજે 7:16 વાગ્યે વાયવ્ય દિશામા 331 ડિગ્રીએ તેનો ઉદય થશે અને અગ્નિ દિશામાં 126 ડિગ્રીએ 7:22 વાગ્યે તેનો મોક્ષ થશે.

તમારા શહેરમાંથી ક્યારે પસાર થાશે એ જાણવા માટે તમે અહીં ક્લિક કરીને જોઈ શકશો.

આકાશમાં આછા વાદળો રહેવાની સંભાવના

જાણીતા ખગોળ જીજ્ઞાસુ અને હેમ ઓપરેટર રાજેશ વાગડિયાના જણાવ્યા મુજબ તેની બ્રાઇટનેસ પણ -3.3 જેટલી રહેશે. જો કે આ સમયે આકાશમાં આછા વાદળો રહેવાની સંભાવના છે.સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી 400થી 425 કિમી ઊંચાઇએ પરિભ્રમણ કરતો ISS 10મીએ આપણાથી વધુમાં વધુ 2314 કિમી અને ઓછામાં ઓછા 653 કિમીના અંતરેથી પસાર થશે.અમદાવાદ પરથી પસાર થનાર ISSમાં હાલ 3 અવકાશયાત્રીઓ છે. જેમાં યુએસએની જેસિકા મેર અને એન્ડ્રુ મોર્ગન અને રશિયાના ઓલેગ સ્ક્રિપોચકાનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો