ઇઝરાયેલની મોસાદે આખી દુનિયાને ફરી ચોંકાવી, ઈરાનમાં ઘુસી અલ કાયદાના નંબર ટુ ગણાતા આતંકીને કર્યો ઠાર, લાદેનની પુત્રવધૂનું પણ મોત
ઇઝરાયેલે (Israel) ઇરાન (Iran)માં ઘુસીને અલ કાયદા (Al Qaeda)ના નંબર ટુ ગણાતા એક રીઢા આતંકવાદી (Terrorist) ને ઠાર કર્યો હતો. આ આતંકવાદી અગાઉ અમેરિકી રાજદૂતાવાસ (US Embassy) પર હુમલો કરવા માટે જાણીતો હતો. સાથે જ ઓસામા બિન લાદેન (Osama Bin Laden) ના પુત્રની (Osama Bin Laden’s Sons Widow Wife) વિધવા પત્ની પણ ઠાર થઈ છે.
માણસ અત્યંત ઘાતકી અને ક્રૂર હતો
ઇઝરાયેલની ગુપ્તચર એજંસી મોસાદે (Mossad) હંમેશની જેમ ચૂપચાપ પોતાનું મિશન (Israel Mission) અમલમાં મૂક્યું હતું અને અબુ મુહમ્મદ અલ મસરી (મૂળ નામ અબ્દુલ્લા અમહદ અબ્દુલ્લા)ને (Abdul Ahamad Abdullah) ઇરાન (Iran)ની અંદર ઘુસીને ઠાર કર્યો હતો. આ માણસ અત્યંત ઘાતકી અને ક્રૂર હતો. 1998માં આફ્રિકામાં આવેલી અમેરિકી રાજદૂતાવાસની કચેરી પર હુમલો કરીને રાજદૂત (Embessedor)ની ક્રૂર હત્યા કરવાની આતંકવાદી ઘટનાનો સૂત્રધાર આ અલ મસરી હતો.
અહેવાલ પ્રમાણે અબ્દુલ્લાને ઈઝરાયેલની ગુપ્તચર એજંસી મોસાદની ગુપ્ત ટીમે ઠાર માર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના આદેશ પર ઈઝરાયેલના સિક્રેટ એજંટ્સે ઈરાનમાં અબ્દુલ્લાને ઠાર માર્યો હતો. અબ્દુલા 7 ઓગષ્ટે માર્યો ગયો હતો. અહેવાલ પ્રમાણે અબ્દુલ્લાની સાથો સાથ તહેરાનમાં તેની દિકરી અને ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનની વિધવા પણ મારી ગઈ છે.
જોકે હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, અબ્દુલ્લાને ઠાર મારવાના અભિયાનમાં અમેરિકાની શું ભૂમિકા હતી. પરંતુ માનવામાં આવી રહ્યું છે, કે અમેરિકા તેના પર ઘણા લાંબા સમયથી નજર રાખી રહ્યું હતું. અબ્દુલ્લાનું નામ એફબીઆઈના 170 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં શામેલ હતું ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે અબુદ્લ્લા વર્ષ 2015થી ઈરાનના તહેરાનના પસદરાન જીલ્લામાં રહી રહ્યો હતો.
પુત્રી મરિયમને ઠાર કરવામાં આવી
આ હુમલામાં 224 વ્યક્તિનાં મરણ થયાં હતાં અને બીજા ઘણાને ઇજા થઇ હતી. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ ઇઝરાયેલી મોસાદ સંસ્થાના ચુનંદા જાસૂસો સતત અલ મસરીનું પગેરું પકડતા રહ્યા હતા. આખરે એને આ વર્ષના ઑગષ્ટમાં શોધી કાઢવામાં આવ્યો હતો. અબુદ્લ્લાની સાથો સાથ તેની પુત્રી મરિયમને ઠાર કરવામાં આવી હતી.
આમ સતત બાવીસ વર્ષ પછી અમેરિકાએ ઇઝરાયેલની મદદથી અલ મસરીને ઠાર કર્યો હતો. એણે જે તારીખે આફ્રિકાના અમેરિકી રાજદૂતાવાસ પર હુમલો કર્યો હતો એજ તારીખે એટલે કે હુમલાની વરસીને દિવસે એને ઠાર કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

