ઈઝરાયેલના જાસૂસનો સનસની ખેજ ખુલાસો: ચીને દુશ્મનનો સામુહિક ખાત્મો કરવા માટે રચ્યું હતું કોરોનાનું ષડયંત્ર પણ એક ભુલ તેને જ ભારે પડી ગઈ!

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હજી સુધી આ વાયરસ ક્યાંથી ફેલાયો છે તેનું મૂળ હાથ લાગતુ નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાના કારણોની યુદ્ધના ધોરણે તપાસ કરવામાં આવી રહી છે. એક અહેવાલ પ્રમાણે ચામાચીડીનો સુપ પીવાથી અથવા તો સાપનું માસ ખાવાથી આ વાયરસ ફેલાયો છે પરંતુ ઈઝરાયેલના એક ટોચના જાસૂસે આ મામલે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે.

ઈઝરાયેલના જાસૂસના જણાવ્યા પ્રમાણે ચીનના વુહાનમાં આવેલી એક લેબોરેટરીમાં જ કોઈ ગડબડ થતા આ વાઈરસ ફેલાયો છે. ઈઝરાયેલના વાઈરોલોજિસ્ટ (વાઈરસ નિષ્ણા) જાસૂસ અને વિજ્ઞાનીએ દાવો કર્યો છે કે કોરોનાએ ચીની સરકારે પેદા કરેલું બાયોલોજિકલ (જૈવિક) હથિયાર છે. દુશ્મનનો સામુહિક ખાત્મો કરવા માટે રોગચાળો ફેલાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આધુનિક યુગમાં આ પરંપરા બાયોલોજિક વૉરફેર તરીકે ઓળખાય છે.

ચીનના વુહાનમાં આવેલી એક લેબોરેટરીમાં જ કોઈ ગડબડ થતા આ વાઈરસ ફેલાયો હોવાનો દાવો

સામસામે હથિયારથી દુશ્મનને મારવાને બદલે દુશ્મન વિસ્તારમાં વાઈરસ છોડી દેવામાં આવે, તો ઘણાના મોત થાય. બીજા વિશ્વયુદ્ધ વખતે પણ જાપાની સેનાએ ચીન પર આક્રમણ કર્યું ત્યારે અને જળાશયોમાં ઝેર ભેળવ્યું હતું. તેનો ઉદ્દેશ કોલેરા અને ટાઈફોડના વાઈરસ મટાડવાનો હતો, પરંતુ આવુ પાણી કોઈ અજાણાતા પીવે તો તેનું મૃત્યુ થાય. ઇતિહાસમાં આવા ઘણા પ્રસંગો નોંધાયેલા છે.

ચીનમાં ફેલાયેલા જીવલેણ અને ભયાનક વાયરસ કોરોનાને લઈને ઈઝરાયેલની મિલિટરી ઇન્ટેલિજન્સ (જાસૂસી)માં કામ કરી ચૂકેલા દાની સોહામે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે વુહાનમાં આવેલી ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજિ એકમાત્ર લેબોરેટરી છે, જ્યાં ઘાતક વાઈરસ પર સંશોધન થઈ રહ્યું છે. વુહાનમાં આવેલી આ લેબોરેટરીમાંથી જ આ વાઈરસ લીક થયા છે.

દાનીએ સનસની દાવો કરતા કહ્યું છે કે, ચીન ભવિષ્યના યુદ્ધો માટે અહીં ઘાતક વાઈરસ તૈયાર કરતું હતું. પરંતુ પોતાનો વાઈરસ પોતાને ભારે પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. કેમ કે વાઈરસ લેબોરેટરીમાંથી લીક થઈ જતાં હવે સર્વત્ર રોગચાળો ફેલાઈ રહ્યો છે.

દાવો કરનારા દાની 1970થી 1991 સુધી ઈઝરાયેલની બાયોલોજિક વેપન્સનો અભ્યાસ કરતી ટીમમાં કામ કરી ચૂક્યા છે. માટે તેમના દાવામાં ઘણા લોકોને રસ પડયો છે. કારણ કે, ચીન વાઈરસ અંગે ઘણી માહિતી છૂપાવી રહ્યું છે. બીજી તરફ વાઈરસ ક્યાંથી આવ્યો તેની ચોક્કસ રીતે હજુસુધી જાણી શકાતું નથી.

ત્રીજી તરફ ચીન કંઈ પણ કરી શકે એવો દેશ છે, માટે આવા ન કરવા જેવા પ્રયોગો કરતો હોય તેની કોઈ નવાઈ નથી. પોતાને મહાસત્તા માનતી ખુદ ચીની સરકાર પણ વાઈરસ અંગે મુંઝાયેલી છે. વૈશ્વિક સંધી પ્રમાણે તો કોઈ દેશે બાયોલોજિકલ કે કેમિકલ્સ વેપન્સ તૈયાર કરવાની છૂટ નથી. પરંતુ ઘણા દેશો ખાનગી રાહે પ્રયોગો કરતાં રહે છે.

ચીનમાં ગુપ્ત રીતે ચાલે છે સંશોધન

આ વાઈરસ ચીને તૈયાર કર્યો હોય કે ન હોય પરંતુ ચીન બાયોલોજિકલ વેપન્સ પર કામ કરે છે. ભૂતકાળમાં ચીન પર એવો પણ આક્ષેપ થઈ ચૂક્યો છે કે તેણે બાયોલોજિકલ વેપન્સની સામગ્રી ઇરાન જેવા દેશોને પુરી પાડી હતી. હાનિકારક કેમિકલ્સની હેરાફેરી માટે 3 ચીની લેબોરેટરીને પોતાના દેશમાં કામ કરવા પર અમેરિકાએ 2002માં પ્રતિબંધ પણ મુક્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો