પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ: ઇસનપુર પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકના બોલેલા એક-એક શબ્દને ભેગા કરી પરિવાર સુધી પહોંચાડ્યો

શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ભૂલા પડેલા માનસિક રીતે અસ્થિર કિશોરને ઇસનપુર પોલીસે માત્ર બે કલાકમાં જ પરિવાર સુધી સહી સલામત પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકને તેના પરિવાર વિશે પૂછપરછ કરી હતી, પરંતુ તે એકદમ સ્પષ્ટ રીતે બોલી શકતો નહોતો. પોલીસે તેના બોલેલા એક એક શબ્દને ભેગા કરી અને તેનો વિસ્તાર દાણીલીમડા બેરેલ માર્કેટ નજીક હોવાની જાણકારી મેળવી હતી. જેના આધારે પોલીસે તે વિસ્તારના પોતાના અંગત બાતમીદારોને ફોટો મોકલી તપાસ કરાવી હતી. માત્ર બે કલાકમાં જ બાળકના વાલીવારસ મળી આવ્યા હતા અને ઇસનપુર પોલીસે તેના પિતાને બાળક સહી સલામત પરત સોંપ્યો હતો.

માનસિક અસ્થિર બાળકને હેરાન કરતા હોવાનું પોલીસને જાણ થઈ હતી

કોઈપણ આરોપી હોય કે ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તો તેની માહિતી મેળવવા માટે જ પોલીસના બાતમીદારો હોય છે. પરંતુ પોલીસ માત્ર આરોપીને શોધવા નહીં સારા અને સામાજિક કામ માટે પણ બાતમીદારની મદદ લેતી હોય છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એન ભરવાડને માહિતી મળી હતી કે હીરાભાઈ ટાવર નજીક એક અસ્થિર મગજનો બાળક ફરી રહ્યો છે અને તેને કેટલાક લોકો હેરાન પણ કરી રહ્યાં છે જેથી પીએસઆઇ ભરવાડ તેમને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.

એક એક શબ્દને જોડી પોલીસે પરિવાર સુધી પહોંચાડ્યો

પોલીસે તેનું નામ અને પરિવાર વિશે પૂછ્યું હતું પરંતુ તે બોલી શકતો ન હતો. એક શબ્દ માંડ બોલી શકતો હતો. બાળક એક પણ શબ્દ સ્પષ્ટ ન બોલી શકતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી છતાં પોલીસે તેને બોલેલા એક એક શબ્દને નોટ કર્યા હતા. ધીરે ધીરે બેરેલ માર્કેટ બોલ્યો હતો. જેથી દાણીલીમડા તરફ રહેતો હોવાની પોલીસને શંકા ગઈ હતી. બાદ એક સોસાયટીનું નામ બોલ્યો હતો. પોલીસને બાળક પાસેથી એક બેગ પણ મળી આવી હતી. જેમાં એક ચોપડીમાં બે ફોન નંબર લખ્યા હતા. પોલીસે બંને નંબર પર ફોન કરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓને કોઈ જવાબ મળ્યો ન હતો.

ઇસનપુર પોલીસે માત્ર બે કલાકમાં જ બાળકનાં પિતાને શોધી કાઢ્યા

પીએસઆઇ ભરવાડે બેરેલ માર્કેટ અને સોસાયટી અંગે માહિતી મળતા તેમના અંગત બાતમીદારોને બાળકનાં ફોટો સાથે કામે લગાડ્યા હતા. બાતમીદારો આસપાસની જગ્યામાં તપાસ કરતા 15 વર્ષનો એક બાળક દાણીલીમડા ચિશ્તીયાનગર પાસેથી બપોરના સમયે ગુમ થયો છે અને તેને પરિવાર શોધી રહ્યો છે. જેથી તેઓને તાત્કાલિક જાણ કરી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બાળક હોવાની જાણ કરવામાં આવી હતી. બાળકનાં પિતા તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બાળકને સહીસલામત તેના પિતાને સોંપ્યો હતો. ઇસનપુર પોલીસે માત્ર બે કલાકના સમયમાં જ તેમના અંગત બાતમીદારની મદદથી બાળકનાં વાલીને શોધી કાઢ્યા હતા.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો