ચીન બાદ આ દેશમાં કોરોનાનો કહેર, અહીંના સ્વાસ્થ્ય મંત્રી પણ આવી ગયા કોરોનાની ઝપટમાં, 15 લોકોના મોત

કોરોનાની ઝપટમાં હવે ઇરાનના ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર પણ આવી ગયા છે. તેઓને કોરોના સંક્રમિત થયો. મંત્રાલયના એક અધિકારીએ મંગળવારના રોજ આ માહિતી આપી. સ્વાસ્થ્ય મંત્રીના મીડિયા સલાહકાર અલીરજા વહાબજાદેહે એક ટ્વીટમાં કહ્યું કે ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર ઇરાજ હરીચીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

50 લોકોના મોતનો દાવો ખોટો

હરીચીને ખૂબ ઉધરસ આવતી રહેતી હતી અને સોમવારના રોજ સરકારી પ્રવકતા અલી રબીની સાથે સંવાદદાતા સંમેલન દરમ્યાન તેમને પરસેવો પણ થતો દેખાયો હતો. હરીચીએ સંમેલનમાં એક સાંસદના એ દાવાને નકારી દીધી હતો કે શિયા તીર્થ શહેર કોમમાં વાયરસથી 50 લોકોના મોત થયા છે.

અત્યાર સુધીમાં 15 લોકોના મોત

ઇરાને મંગળવારના રોજ બીજા ત્રણ વ્યક્તિના મોત અને સંક્રમણના 34 નવા કેસની પુષ્ટિ કરી. આમ ઇરાનમાં આ વાયરસથી મરનારની સંખ્યા વધીને 15 અને સંક્રમિત લોકોની સંખ્યા 95 થઇ ગઇ છે. જો કે ત્યાંના સ્થાનિક રિપોર્ટમાં કહ્યું છે કે સ્થિતિ ખતરનાક બની રહી છે, પરંતુ સરકાર આંકડા છુપાવી રહી છે. મામલો ધર્મ સાથે જોડાયેલો છે, આથી કોમમાં મસ્જિદને બંધ કરાય રહી નથી, તેના લીધે વાયરસ ફેલાવાનો ખતરો વધી ગયો છે.

મેડિકલ સુવિધાનો પણ અભાવ

ઇરાનમાં મેડિકલ સુવિધાનો પણ અભાવ છે. ત્યાં સારી હોસ્પિટલ અને ડૉકટર્સની અછત છે. એટલા સુદ્ધા દાવો કરાઇ રહ્યો છે કે ઇરાનના લોકો માટે પૂરતા પ્રમાણમાં માસ્ક પણ ઉપલબ્ધ નથી. કેટલીય નર્સ પણ તેનાથી સંક્રમિત કહેવાય છે, તેના લીધે તેમાં ડરનો માહોલ છે. પૂરતી સુરક્ષાના અભાવમાં તેઓ દર્દીની દેખભાળ કરવામાં આનાકાની કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો