ઈરાનમાં કોરોના વાયરસની ભયાનક સ્થિતિ સર્જાતા રાતોરાત સેનાના 3 લાખ સૈનિકોને ઉતાર્યા મેદાને

ઈરાનમાં કોરોના વાયરસનો કહેર ભયજનક રીતે વધી રહ્યો છે. તેનો સામનો કરવા માટે સૈન્યની મદદ લેવામાં આવી રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખૈમેનીએ કોરોના વાયરસને લઈને આદેશ જાહેર કર્યો છે. ચીન બાદ કોરોના વાયરસથી સૌથી વધારે જો ક્યાંય મોત નિપજ્યા હોય તો તે છે ઈરાન.

ઈરાનમાં આ ભયંકર બિમારી ફેલાઈ રહી છે ત્યારે ઈરાનની સરકાર તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. આયાતુલ્લા ખેમેનીની એક નજીકના મોહમ્મદ મીએર મોહમ્મદીનું મોત પણ કોરોના વાયરસના કારણે જ થયું હતું. ત્યાર બાદ વિકીપીડિયાની ફારસી વેબસાઈટ ઈરાનમાં બંધ કરી દેવામાં આવી હતી. કારણ કે તેણે આ ઘટનાની જાણકારી આપી દીધી હતી. જેને લઈને ઈરાનના લોકોમાં ભારોભાર રોષ છે. લોકોનું માનવું છે કે, સરકારે આ બિમારીનો સામનો કરવા માટે કોઈ જ તૈયારી નહોતી કરી. લોકોને એ વાતનો પણ ભય છે કે, ઈરાનમાં કોરોનાને લઈ ખરેખર સ્થિતિ કંઈક ઓર છે અને ઈરાનની સરકાર સંખ્યા ઘટાડીને જણાવી રહી છે.

શરૂઆતમાં ઈરાને કોરોના વાયરસની ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો પણ હવે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેનો અંદાજ એ પરથી જ લગાવી શકાય કે ઈરાની સરકારે 3 લાખ સેનાના જવાનોને કોરોના વાયરસનો સામનો કરવા માટે મેદાનમાં ઉતાર્યા છે.

ઈરાનના અનેક મંત્રીઓ પણ કોરોના વાયરસના ભરડામાં છે. હવે ખુદ ખેમૈનીએ કહ્યું છે કે, સરકારી હેલ્થ મશીનરી અને બાકી લોકો કે જે આ બિમારીથી બચવાનું કામ કરી રહ્યાં છે તેમના વખાણ થવા જોઈએ. સાથે જ તેમણે કહ્યું હતું કે, જે ચીજવસ્તુઓ કોરોના વાયરસ ફેલાવી રહી છે તે બધી જ હરામ છે.

જાહેર છે કે, ઈરાકમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 66 લોકોના મોત નિપજ્યા છે. આયાતુલ્લા ખેમેનીની એક નજીકના મોહમ્મદ મીએર મોહમ્મદીનું મોત પણ કોરોના વાયરસના કારણે જ થયું હતું. તેવી જ રીતે ઈરાને કોરોના વાયરસથી લડવા જે ટાસ્ક ફોર્સ બનાવી હતી તેના પ્રમુખ ઈરાઝ હરિરચી જ તેનો ભોગ બન્યા છે. આ ઉપરાંત ખૈમેની સરકારના અનેક મંત્રીઓ પણ કોરોના વાયરસના લપેટામાં આવ્યા છે. જેથી ઈરાનમાં સ્થિતિ ભયાવહ છે જેથી સૈન્યની મદદ લેવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો