ભારતના સૌથી યગેંસ્ટ IPS ઓફિસર સફીન હસનનું પહેલું પોસ્ટીંગ જામનગરમાં થયું, ASP તરીકે આપશે સેવા

ભારતના સૌથી નાની વયના આઇપીએસ અધિકારી સફીન હસનનું પહેલું પોસ્ટીંગ જામનગર ખાતે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે થયું છે. સફીન હસન દેશના સૌથી નાની વયના આઇપીએસ ઓફિસર છે. સફીન હસનની ઉંમર માત્ર 22 વર્ષની જ છે. તેઓએ પ્રથમ પ્રયાસે જ યુપીએસસી પરીક્ષેમાં ઓલ ઇન્ડિયામાં 520મો રેન્ક પ્રાપ્ત કરી પાસ થયા છે.

‘હિંમત હશે અને પ્રયત્ન કરશો તો, નસીબ હંમેશા સાથ આપશે’ આ શબ્દો છે 22 વર્ષીય IPS અધિકારી સફીન હસનના છે. સફીન હસન ભારતના સૌથી યુવાન IPS અધિકારી છે. ત્યારે આ યંગેસ્ટ IPS અધીકારીનું સૌપ્રથમ જામનગરમાં પોસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ વાતની તેમણે સત્તાવાર જાહેરાત ટ્વીટરના માધ્યમથી કરી છે.

જેથી હવે જામનગરવાસીઓને પણ IPS અધિકારી સફીન હસનની સેવાનો લાભ મળશે અને વ્યવસ્થામાં સુધારો થશે. ઉલ્લેખનીય છે કે, સફીન હસન ભારતના સૌથી નાના IPS અધિકારી છે. સફીન હસને માત્ર 22 વર્ષની ઉંમરમાં જ પ્રથમ પ્રયાસે જ UPSC પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં 520મો રેન્ક મેળવી ઉતીર્ણ થયા હતા.

સુરતની એક કોલેજમાં બી.ટેકનો અભ્યાસ કર્યો હતો

IPS અધિકારી સફીન હસન બનાસકાંઠાના કાણોદર ગામના રહેવાસી છે અને તેમનું પ્રાથમિક શિક્ષણ પણ તે જ ગામમાં લીધું છે. ત્યારબાદ સુરતની એક કોલેજમાં બી.ટેકનો અભ્યાસ 22 વર્ષની ઉંમરમાં GPSC અને UPSC ક્લાસ વનની પરીક્ષા પાસ કરી લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો