આ કોઈ મોડલ નથી પણ IPS અધિકારી છે, પોતાના લુક્સ ઉપરાંત કામની પણ છે જોરદાર ચર્ચા, ડોક્ટર બન્યા બાદ બન્યા IPS ઓફિસર

નવજોત સિમી (IPS Navjot Simi) બિહાર કેડરના વર્ષ 2017 બેચના IPS અધિકારી છે અને તે પોતાના કામ ઉપરાંત લુક્સના કારણે પણ ચર્ચામાં રહે છે. UPSC પરીક્ષામાં સિમીને બીજા પ્રયત્ને સફળતા મળી અને તે આઈપીએસ બની ગયા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પંજાબના છે સિમી 
નવજોત સિમી પંજાબના છે અને તેમનો જન્મ પંજાબના ગુરદાસપુરમાં 21 ડિસેમ્બર 1987માં થયો હતો. તેમની શરૂઆતી શિક્ષા પંજાબના પોખોવાલાના પંજાબ મોડલ પબ્લિક સ્કૂલમાં થઈ હતી.

સિમી પહેલા બન્યા ડોક્ટર 
એક રિપોર્ટ અનુસાર, આઈપીએસ અધિકારી બન્યા પહેલા નવજોત સિમી ડોક્ટર હતા. જુલાઈ 2010માં સિમીએ લુધિયાનાના બાબા જસવંત સિંહ હેન્ટલ કોલેજ. હોસ્પિટલ અને અનુસંધાન સંસ્થાનમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરીની ડિગ્રી લીઘી અને ડોક્ટર બની ગયા.

પહેલા પ્રયત્નમાં નિષ્ફળ રહ્યા 
નવજોત સિમીને બાળપણ પહેલાથી જ આઈપીએસ અધિકારી બનવાનું સપનું હતું અને ડોક્ટર બન્યા બાદ તેઓ પોતાના સપનાનું ભૂલી ન શક્યા. UPSCની પરીક્ષા માટે સિમીએ દિલ્હી જઈને તૈયારી શરૂ કરી અને 2016માં પહેલી વખત સિવિલ સર્વિસની પરિક્ષા પાસ કરી, પરંતુ ઈન્ટરવ્યૂમાં આગળ ન વધી શક્યા.

બીજા પ્રયત્નમાં મળી સફળતા 
પહેલા પ્રયત્નમાં નિષ્ફળ થયા બાદ નવજોતે હાર ન માની અને 2017માં 735મો રેન્ક પ્રાપ્ત કરતા આઈપીએસ અધિકારી બન્યા.

હાલ બિહારમાં છે પોસ્ટિંગ 
UPSC પરીક્ષા પાસ કર્યા બાદ નવજોક સિમીને બિહાર કેડર મળ્યું અને તે હાલ પટનામાં એસપી પદ પર તેનાત છે.

કોઈ મોડલને પણ આપે ટક્કર 
નવજોત સિમીનો લુક કોઈ મોડલને પણ ટક્કર આપે તેવો છે. તે પોતાના કામ ઉપરાંત તેમના લુક્સના કારણે પણ જાણીતા છે. સિમી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સતત પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો