રોડ કિનારે જમરુખ વેચી રહેલા વૃદ્ધાનો ફોટો શેર કરી IPSએ લખ્યું- ભાવ તાલ કર્યા વગર માત્ર દિલના ભાવથી લઈ લેજો

દેશમાં કોરોના વાયરસનો કેર ચાલી રહ્યો છે. રાજ્યામાં ઘણા દિવસના સખત પ્રતિબંધો બાદ હવે અર્થવ્યવસ્થાને ખોલવામાં આવી રહી છે, તો લોકો પોતાનું પેટ પાળવા માટે રોજગાર તરફ ફરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટમાં એક વૃદ્ધ મહિલા રોડ કિનારે જમરૂખ વેચતી નજરે પડી રહી છે. IPS ઓફિસર નવનીત સિકેરાએ વૃદ્ધનો ફોટો શેર કર્યો છે. જેને હજારોની સંખ્યામાં લાઇક મળી રહી છે. નવનીત સિકેરાએ વૃદ્ધ મહિલાની તસવીર શેર કરતા ખાસ સંદેશ લખ્યો છે. જેને દરેક પસંદ કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

IPS ઓફિસર નવનીત સિકેરાએ તસવીરના કેપ્શનમાં લખ્યું કે ભાવ-તાલ Vs દિલનો ભાવ. ઘણા દિવસો બાદ લોકડાઉન ખૂલ્યું છે. આ તસવીર દરેક માર્ગની છે, દરેક ગલી, મહોલ્લાની છે. ભાવ-તાલ કરાવ્યા વિના માત્ર દિલના ભાવથી લઈ લેજો. પેટ ભરાઈ ગયું તો સારી રીતે સૂઈ લેશે, દુઆ આપશે. તમને જણાવી દઈએ કે નવનીત સિકેરાએ લોકોને અપીલ કરી છે કે મહામારી દરમિયાન લોકો લોકોલ ફળ ખરીદીને ખાય. તેનાથી સ્થાનિક લોકોને રોજગાર મળી શકશે અને મહામારી દરમિયાન તેમની મદદ પણ થઈ જશે.

તમને જણાવી દઈએ કે નવનીત મોટા ભાગે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા રહે છે. તેમની પોસ્ટમાં લોકોને કઈ રીતે મદદ પહોંચે તેની એક ઝલક નજરે પડે છે. IPS નવનીત સિકેરાની આ તસવીર પર અત્યાર સુધી 39 હજાર લાઇક્સ મળી ચૂકી છે અને 1.2 હજારથી વધારે લોકો શેર કરી ચૂક્યા છે. શકીલ અંસારી નામના યુઝરે લખ્યું કે બિલકુલ, હસતી દાદી કેટલી ક્યૂટ લાગી રહી છે, ચહેરો જુઓ, એટલો મમતા ભરેલો છે કે કોઈ અરધો કિલો જમરૂખ ખરીદશે તો એકાદ જમરૂખ આમ જ ફ્રીમાં આપી દેશે. રિસ્પેક્ટ. પ્રોમિલા ઉનિયાલ નામના યુઝરે લખ્યું કે કેટલીક વસ્તુ ખરીદ્યા વિના લઈ લો એવા લોકો પાસે, કેમ કે આ એ લોકો છે જે ભીખ નથી માગતા, પોતે મહેનત કરીને કમાય છે.

ઉલ્લેખનીય છે ભારતમાં કોરોનાના 60 હજાર 471 નવા કેસ આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 2 કરોડ 95 લાખ 70 હજાર 881 થઈ ગઈ છે, તો 2,726 નવા મોત થયા બાદ કુલ મોતની સંખ્યા 3 લાખ 77 હજાર 031 થઈ ગઈ છે. 1 લાખ 17 હજાર 525 દર્દી નવા ડિસ્ચાર્જ બાદ કુલ ડિસ્ચાર્જ સંખ્યા 2 કરોડ 82 લાખ 80 હજાર 472 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 9 લાખ 13 હજાર 378 છે. તો દેશમાં હવે કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે. ભારતમાં આજે 75 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ સામે આવ્યા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.45 છે, જે સતત 8 દિવસોથી 5 ટકાથી ઓછો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો