લોકડાઉનમાં માનવતાનું દ્રષ્ટાંત બન્યા IPS, સાડા ત્રણ વર્ષના બાળક માટે રાજસ્થાનથી મુંબઈ સુધી મદદ મોકલી

ચેંબૂર વિસ્તારમાં રહેતી એક મહિલા માટે રેલવે અને દેશના કેટલાક અધિકારીઓએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુંબઈમાં રહેતી નેહા કુમારી નામની મહિલાએ પોતાના સાડા ત્રણ વર્ષના ઑટિસ્ટિક બાળક માટે ઊંટના દૂધની માગ કરી હતી. મહિલાએ પીએમ મોદી પાસે ટ્વિટ કરીને મદદ માગી હતી. જોતજોતામાં મહિલાનું ટ્વિટ વાયરલ થયું અને IPS અધિકારી તેની મદદ માટે આગળ આવ્યા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

4 એપ્રિલે નેહા કુમારીએ પીએમ નરેંદ્ર મોદીને પોતાના ટ્વિટમાં ટેગ કર્યા હતા. નેહાએ લખ્યું, “નરેંદ્ર મોદી સર મારો સાડા ત્રણ વર્ષનો દીકરો છે જે ઑટિઝમથી પીડાય છે અને તેને ગંભીર ફૂડ એલર્જી છે. તે ઊંટના દૂધ અને અમુક દાળ ખાઈને જ જીવિત રહી શકે છે. લોકડાઉનની સ્થિતિમાં ઊંટનું દૂધ મળવું મુશ્કેલ થઈ ગયું છે. મારી પાસે લોકડાઉન પૂરું થાય ત્યાં સુધી ચાલે એટલું ઊંટનું દૂધ નથી. મને રાજસ્થાનના સદરીથી ઊંટનું દૂધ અથવા ઊંટના દૂધનો પાઉડર મંગાવી આપવામાં મદદ કરો.”

નેહા કુમારીનું આ ટ્વિટ ઘણા લોકોએ રિટ્વિટ કર્યું અને મદદનો ધોધ વહ્યો. ઓડિશામાં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી સપ્લાય યુનિટના CEO તરીકે પોસ્ટિંગ પામેલા IPS અરુણ બોથરાના ટ્વિટર પણ ઘણા ફોલોઅર્સ છે. તેમના જ એક ફોલોઅરે નેહા કુમારીની અરજ તેમના સુધી પહોંચાડી હતી. મૂળ રાજસ્થાનના IPS અરુણ બોથરાએ અમારા સહયોગી અખબાર TOIને જણાવ્યું, “ઘણા લોકોના મનમાં એવા વિચારો બંધયેલા છે કે, હું IPS ઓફિસર હોવાથી મદદ કરી શકીશ. મેં મહિલાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે તેઓ 2-3 મહિના સુધી ચાલે તેટલા ઊંટના દૂધનો સંગ્રહ કરીને રાખે છે. વાત કરતાં નેહા કુમારી ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, હવે માત્ર 3-4 દિવસ ચાલે તેટલું જ દૂધ છે અને દૂધ વિના બાળકની હાલત ખરાબ થઈ જશે.”

IPS બોથરાએ ઊંટનું દૂધ મંગાવી આપવા માટે રેલવેનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ તેમને ટ્વિટર પર મેસેજ કર્યો કે, તેઓ એક ફર્મ વિશે જાણે છે જે ઊંટના દૂધનો પાઉડર ઉપલબ્ધ કરાવી શકે છે. IPS બોથરાએ કહ્યું કે, “ફર્મના માલિકે જણાવ્યું કે, અંધેરીના સ્ટોકિસ્ટ પાસે માત્ર 400 ગ્રામ દૂધનો પાઉડર છે. મહિલાના પતિ ત્યાંથી લઈ શકે છે. આટલો પાઉડર 4 દિવસ સુધી ચાલશે.”

IPS બોથરાએ જણાવ્યું કે, “મેં રાજસ્થાનના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં મહિલાની સમસ્યા વિશે મેસેજ મૂક્યો હતો. વોટ્સએપ ગ્રુપના એક સભ્યએ જણાવ્યું કે, ઉત્તર-પશ્ચિમ રેલવેમાં ચીફ પેસેન્જર ટ્રાફિક મેનેજર તરીકે કાર્યરત તરુણ જૈન માલગાડીની અવરજવરનું કામ સંભાળે છે. હું તરુણ જૈનને ઓળખતો હોવાથી મેં તેમને વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે, લુધિયાણાથી એક પાર્સલ ટ્રેન નીકળવાની છે જે મુંબઈ પહોંચતા પહેલા પાલી-મારવાડ-જોધપુરથી પસાર થાય છે.”

IPS બોથરાની વિનંતી પર તરુણ જૈને રેલવેના કોમર્શિયલ ડિપાર્ટમેન્ટને ઊંટના દૂધનો જથ્થો આપનારા વેપારી સાથે સંપર્ક કરવાનું કહ્યું હતું. જેથી સ્ટોકની ડિલિવરી લેવા માટે કોઈ નજીકનું સ્ટેશન નક્કી કરી શકાય. સદરી ટ્રેનના રૂટમાં આવતું નહોતું જેથી નજીકનું ફાલના સ્ટેશન સ્ટોક લેવા માટે નક્કી કરવામાં આવ્યું. ફાલના પર આ ટ્રેન ઊભી રહેતી નથી છતાં ખાસ પાર્સલની ડિલિવરી લેવા માટે ત્યાં ટ્રેન અટકાવાઈ હતી.

મિલ્ક સપ્લાયરે 20 કિલો ઊંટના દૂધનો પાઉડર અને 20 લિટર ઊંટનું દૂધ આપ્યું હતું. IPS બોથરાએ કહ્યું, “ઊંટના દૂધ અને પાઉડરનો આ જથ્થો 9 એપ્રિલે મુંબઈ પહોંચી ગયો છે. 10 એપ્રિલે સાંજે 5 વાગ્યે નેહા કુમારીને પરિવારે પાર્સલ લઈ લીધું હતું. આ દરમિયાન અન્ય એક પરિવારે પોતાના બાળક માટે આવી જ માગણી ટ્વિટર પર કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો ટ્રેન રાજસ્થાનથી નીકળી ગઈ હતી. મેં ચેંબૂરમાં રહેતા નેહા કુમારી અને તેમના પરિવારને વિનંતી કરી તો તેઓ બીજા પરિવારની મદદ માટે તૈયાર થઈ ગયા. તેઓ બીજા પરિવારને પાંચ લિટર દૂધ અને પાઉડર આપવા માટે તૈયાર થયા છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો