અમદાવાદમાં 35 કરોડની જમીનના વિવાદમાં દમ મારવાનું IPSને ભારે પડ્યું, ભૂમાફિયાએ રાજકીય વગદારો અને ઉચ્ચ અધિકારીઓને ફોન કરી IPS પાસે માફી મગાવી

થલતેજના વગદાર બિલ્ડર અને ભૂમાફિયા વચ્ચે ચાલતી રૃ.૩૫ કરોડની જમીનની તકરારમાં દમ મારવા આવેલા સિનિયર ૈંઁજીની સ્થિતી કફોડી થઈ ગઈ હતી. ભુમાફીયાએ દમ મારવા આવેલા આઈપીએસની ફરિયાદ નેતા અને ઉચ્ચ આઈપીએસ અધિકારીને કરી હતી. જેના પગલે ઉચ્ચ આઈપીએસ અધિકારીએ ફોન પર પોતાના અધિકારીને ઠપકો આપ્યો હતો. સીસીટીવી કેમેરામાં પોતે કેદ થઈ ગયાનું અને પોતાની હદ છોડીને બીજા વિસ્તારમાં દમ મારવા પહોંચી ગયેલા સિનિયર આઈપીએસની હાલત ખરાબ થઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મામલો બિચકે નહી અને પોતાની છબિ ખરડાય નહી તે માટે આઈપીએસ અધિકારીએ ભૂમાફિયાની માફી માંગી મામલો થાળે પાડયો હતો. ભૂમાફિયાની રાજકીય વગ અને અન્ય આઈપીએસ અધિકારીઓ સાથેની ભાગીદારીથી અજાણ હોવાથી સિનિયર આઈપીએસ થાપ ખાઈ ગયા હતા. અઠવાડીયા પહેલા બનેલી આ ઘટના શહેરની રાજ્કીય અગ્રણી, બિલ્ડર લોબી, જમીન માફીયા અને પોલીસ અધિકારીઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

શહેરના બિલ્ડરને જમીન કૌભાંડી જોડે છેલ્લા કેટલાક સમયથી ૩૫ કરોડની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. બિલ્ડરે સિનિયર આઈપીએસને આ જમીન કૌભાંડીને દમ મારીને પતાવટ કરવાનું કામ સોંપ્યું હતું. અમદાવાદ શહેરમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા સિનિયર આઈપીએસ અધિકારી થોડા દિવસો અગાઉ જમીન માફીયાના ઘરે પહોંચી ગયા હતા. જમીન માફીયાની અન્ય આઈપીએસ અધિકારીઓ સાથેની ભાગીદારી અને રાજકીય વગથી અજાણ સિનિયર આઈપીએસ અધિકારીએ બિલ્ડર સાથે પતાવટ કરવા માટે દમ મારવાનું શરૃ કર્યું હતું.

આઈપીએસએ વાતચીતમાં ધમકીના સૂર ઉચ્ચારતા જમીન માફિયા પોત પ્રકાશ્યું હતું. ભૂમાફિયાએ આઈપીએસને ધમકી આપી કે, તમે મારા ત્યાંથી જઈ નહી શકો. સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છો તેમજ તમારી નોકરી અમદાવાદ શહેરમાં નથી તે હું જાણું છું.

જમીન માફિયાએ સિનિયર આઈપીએસ અધિકારીને પોતાના ઘરમાં બેસાડી રાખી વગદાર નેતા અને ઉચ્ચ આઈપીએસ અધિકારીને ફોન કરી સમગ્ર બાબતે જાણ કરી હતી. ઉચ્ચ આઈપીએસ અધિકારીએ જમીન કૌભાંડીના ઘરે બેઠેલા આઈપીએસ અધિકારી સાથે ફોન પર વાત કરી તેઓને ખખડાવ્યા હતા. જમીન માફીયાની પહોંચ જોઈ ડરી ગયેલા આઈપીએસ અધિકારીએ પોતાને જવા દેવા કાકલૂદી કરીને માફી માંગી હતી.

આખરે જમીન કૌભાંડીએ સિનિયર આઈપીએસ અધિકારીને પોતાના ત્યાંથી જવા દીધા હતા. જો કે, સીસીટીવી કેમેરાના ફૂટેજને કારણે પોતાની છબી ખરડાશે તેવો ડર અધિકારીને સતાવી રહ્યો છે. જેના પગલે તેઓએ પોતાના નજીકના પોલીસ અધિકારી અને કર્મચારીને ફોન કરીને જમીન માફિયા સાથે સબંધ હોય તો સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાવવા માટે પ્રયાસો શરૃ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો