પાક નુકસાનના વળતરના નામે ખેડૂતો સાથે મશ્કરી: વીમા કંપનીઓના હૅલ્પલાઈન નંબર બંધ આવી રહ્યો છે

ખેડૂતો પાક વીમા માટે વરસાદથી થયેલા નુકસાનની અરજી કરી શકે તે માટે ખેડૂત હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી. પરંતુ હાલ આ ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. મહત્વનું છે કે કૃષિ સચિવે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.

1800 200 5142 યુનિવર્સલ સોમ્પો કંપનીનો ટોલ ફ્રી નંબર છે. ખેડૂતો ફરિયાદ માટે ફોન કરે છે પણ ફોન લાગતા નથી

રાજ્યભરમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોએ વીમા કંપની તરફ મીટ માંડી છે. ખેડૂતો વીમા કંપનીને સંપર્ક કરતા વીમા કંપનીની વાસ્તવિકતા સામે આવે છે. આ વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. આથી ખેડૂતો હેરાન થઇ રહ્યાં છે. ખેડૂતો ફરિયાદ માટે ફોન કરે છે પણ ફોન લાગતા નથી. કૃષિ સચિવે આપેલા ટોલ ફ્રી નંબરોમાં ધાંધીયા સામે આવ્યાં છે. ખેડૂતો પોતાની ફરિયાદ ક્યાં લખાવે તે મોટો પ્રશ્ન છે.

યુનિવર્સલ સોમ્પો કંપનીનો નંબર બંધ

યુનિવર્સલ સોમ્પો કંપનીનો ટોલ ફ્રી નંબર 1800 200 5142 બંધ આવે છે. અનેક પ્રયત્નો કરવા છતા કોઇ સંપર્ક થયો નથી.

રિલાયન્સ વીમા કંપનીનો પણ ફોન કોઇ ઉપાડતું નથી

બીજી તરફ રિલાયન્સ વીમા કંપનીનો નંબર માત્ર 9:30થી 6:30 સુધી જ કાર્યરત રહે છે. આથી આ સમય દરમ્યાન રિલાયન્સ વીમા કંપનીનો ફોન કોઈ ઉપાડતું નથી. આ ફોનને ઓટો મોડ પર મુકીને વીમા કંપનીઓ ખેડૂતોને હેરાન કરી રહી છે. જ્યારે કૃષિ સચિવે ખેડૂતોને 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.

72 કલાકનો સમય ખુબ જ ઓછોઃ અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારને ખેડૂત વિરોધી ગણાવી સરકારે કમોસમી વરસાદને લીધે થયેલા ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન અંગે સર્વે અને રાહત માટે કરેલી જાહેરાત અંગે અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂત પાયમાલ બન્યો ખેડૂતો પર પડ્યા પર પાટું સમાન કમોસમી વરસાદ થયો કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે કે સરકાર ખાનગી વીમા કંપનીઓની વકીલાત બંધ કરે ખેડૂત ઉપર આપત્તિ આવે એવા સંજોગોમાં સરકારે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવી જોઈએ જે નિયમોની જાહેરાત કરી છે તેની આંટી ઘૂંટી વિના સહાય કરવી જોઈએ. સરકાર નિયમોની આંટી ઘૂંટી કરીને ખેડૂતોને લાભથી વંચિત ના રાખે સરકાર તાત્કાલિક રીતે ખાસ પેકેજની જાહેરાત કરે જેટલું નુકસાન થયું હોય પુરે પુરી સહાય કરવામાં આવે સરકારે 72 કલાકનો સમય આપ્યો તે અપૂરતો સમય છે સાચા નુકસાન પામેલા ખેડૂતો સહાયથી વંચિતના રહે તે જોવાની જવાબદારી સરકારની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો