સુરતમાં રૂપિયાની માંગ સાથે કિન્નરોના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નવજાત બાળકના પિતાનું સારવાર દરમિયાન થયું મોત

સુરતમાં ચારેક દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇ ગયેલા બે કિન્નરોએ યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. કિન્નરોએ કરેલા હુમલા બાદ યુવક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત હાલ નાજુક હતી ચારેક દિવસની સારવાર દરમિયાન ગેહરીલાલ કસ્તુરી ખટીકનું મોત નીપજ્યું હતું.

સમાજના અગ્રણીઓની માંગ

સમાજના અગ્રણી કમલેશ ખટીક સહિતનાએ માંગ કરી હતી કે, પરિવારને સરકાર તરફથી ભરણ પોષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે મૃતક પરિવારમાં એકનો એક કમાનાર હતો. તેના મોતથી પરિવાર હવે રઝળી રહ્યો છે. પરિવારમાં નાના બાળકો અને મહિલાની હાલત કફોડી બની ગઈ છે ત્યારે સરકારે ભરણપોષણ મળે તેવું અને કિન્નરોનો ત્રાસ વધું હોવાથી ફરીથી આ પ્રકારના હુમલા અન્ય કોઈ સાથે ન થાય તે માટે કડક કાયદા બનાવીને દાખલારૂપ સજા કરવી જોઈએ.

કિન્નરોએ અર્ધનગ્ન થઈ તમાશો કર્યો હતો

ગેહરીલાલને ત્યાં સંતાનમાં બે પુત્રીઓ હતી અને દસ દિવસ પહેલા તા.31મીએ તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. પરિવારમાં પુત્રના જન્મની ખુશીનો માહોલ હતો. ગેહરીલાલને ત્યાં પુત્રનો જન્મ થયો હોવાની જાણ કેટલાક કહેવાતા કિન્નરોને થતા મંગળવારે સવારે એક રિક્ષામાં બે કથિત કિન્નર તેમના ઘરે પહોંચી ગયા હતા અને રૂ.21 હજાર દાપું માગ્યું હતું. બાદમાં આખરે પિતાએ લોકો પાસે ઉછીના લઈને બન્ને કિન્નરોને રૂ.7 હજાર આપ્યા હતા. જોકે રૂપિયા લીધા બાદ પણ કિન્નરોએ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને અર્ધ નગ્ન પણ થયા હતા અને તમાશો કર્યો હતો. માત્ર એટલું જ નહીં ગેહરીલાલને માર માર્યા બાદ તેમનું માથું દિવાલ સાથે અફડાવી દીધું હતું. માથું દિવાલ સાથે અથડાતાં ગેહરીલાલને માથામાં ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી કિન્નરો ત્યાંથી પલાયન થઈ ગયા હતા.પોલીસે ગુનો નોંધી કિન્નરોને ઝડપી પાડ્યાં હતાં. હવે યુવકના મોતને લઈને પરિવારના ભવિષ્યને લઈને સવાલો ઉભા થયાં છે.

મગજની નસ ફાટી જતાં યુવકનું મોત

બેભાન થયેલા ગેહરીલાલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયા હતા. જ્યાં તેમના મગજની નસ ફાટી જતા આઇસીયુમાં દાખલ કરાયા હતા. ગેહરીલાલની હાલત હાલ નાજુક હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો