નેતાઓને માસ્કના મુદ્દે છૂટ ને પ્રજાને દંડ, સુરતમાં પ્રેગ્નન્ટ મહિલાએ શ્વાસ વધુ લેવા માટે નાક નીચે માસ્ક રાખતા પોલીસે કારને પાટું મારી હજાર રૂપિયા વસૂલ્યા

ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે આ કવિતા કોરોના સમયમાં બરાબર ફીટ બેસતી હોય તેવો ઘાટ સર્જાયો છે.કોરોના સંક્રમણ વધતા નિયમો આકરા બનાવવામાં આવ્યાં છે. પરંતુ આ નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગૂ પડતાં હોય તેમ નેતાઓ બેફામ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતાં જોવા મળે છે. જ્યારે સામાન્ય માણસને હજારોનો દંડ રોજે રોજ ફટકારવામાં આવી રહ્યો છે. સુરત પોલીસ કમિશનર કચેરી સામેથી કારમાં જઈ રહેલા પરિવારને પોલીસે અટકાવીને માસ્કનો દંડ ફટકાર્યો છે. પ્રેગ્નન્ટ મહિલાએ શ્વાસ વધુ લેવા માટે માસ્ક નાક નીચે કર્યુ અને પોલીસે કાર અટકાવી ખૂબ રકઝક કરી જેથી ઉશ્કેરાયેલા પોલીસે કારને પાટુ પણ મારે છે. અંતે પોલીસે મહિલા અને તેના પતિ પાસેથી હજાર રૂપિયાનો દંડ વસૂલે છે.

પોલીસ કમિશનર કચેરી સામેથી પસાર થઈ રહેલી કારને પોલીસે અટકાવી હતી. રેખા મનોજ શાહ નામની 35 વર્ષની મહિલાના નાક નીચે માસ્ક હોવાથી તેને દંડ કરવાનો હતો. મહિલાએ પોલીસને કહ્યું કે, મારે ત્રણ માસનો ગર્ભ છે. એટલે ગભરામણ થાય અને શ્વાસ સરખો આવે એટલે માસ્ક નીચે ઉતાર્યું છે. કારમાં સવાર મારા પતિએ અને બે બાળકોએ તો માસ્ક પહેર્યાં જ છે ને..તેમ છતાં પોલીસે કોઈ જ વાત માન્યા વગર દંડ ફટકાર્યો હતો.

પુણા કુંભારીયા ખાતે રહેતી રેખા શાહએ કહ્યું કે, હાલ મારી સ્કિનની દવા ચાલે છે જેથી અમે હોસ્પિટલ જઈ રહ્યાં છીએ. પરંતુ માસ્કના દંડનો રૂપિયા ન ભરતાં પોલીસે કારને લોક કરવાની ધમકી આપી હતી. જેથી અકળાયેલા પતિ પત્નીએ માનવતા નેવે મુકીને દંડની કાર્યવાહી કરતાં પોલીસને ખૂબ આજીજી કરી પરંતુ પોલીસે એક પણ વાત કાને ધર્યા વગર જ દંડ લીધા બાદ જ જવા દીધા હતાં.મહિલાએ કહ્યું કે આ તે કેવો કાયદો છે મોલમાં ફરનારા અને ટોળા કરનારને કોઈ કંઈ કહેતું નથી અને અમારા જેવા સામાન્ય લોકોને દંડ ફટકારે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો