સંધિવા કેમ થાય છે? સંધિવા થતા અટકાવવો હોય તો શું કરવું જોઈએ? જાણો અને શેર કરો

દર વર્ષે 12 ઓક્ટોબરના રોજ વર્લ્ડ આર્થરાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ લોકોને સાંધાને લગતા આ રોગ વિશે જાગૃત કરવાનો છે, જે માત્ર વૃદ્ધોને જ નહીં પરંતુ હવે યુવાનોને પણ થઈઈ રહ્યો છે. દરેક વ્યક્તિ જાણે છે કે સંધિવાને કારણે શરીરમાં સાંધામાં દુખાવો થઆય છે અને તે જકડાઈ જાય છે. જેનાથી હલન-ચલનમાં પણ સમસ્યા આવે છે. પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે સંધિવા થવાથઈ શરીરમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે.

સંધિવા થતા અટકાવવો હોય તો કસરત કરો

જો તમે સંધિવાથી બચવા માગતા હો તો નિયમિત કસરત કરો અને સંતુલિત આહાર લો કારણ કે, એકવાર શરીરમાં સંધિવા થઈ જાય તો તે ઘણા રોગોનું કારણ બને છે. શરીરનું વજન વધવાનું શરૂ થાય છે. તેમજ, હાયપરટેન્શન, ડાયાબિટીસ, હાર્ટ ફેલ્યોર, અસ્થમા, કોલેસ્ટેરોલ, વંધ્યત્વ વગેરે સહિતના અનેક રોગો થાય છે.

સંધિવા કેમ થાય છે?

સંધિવાના 100થી પણ વધુ પ્રકારો છે. આ રોગ મૂળરૂપે પ્યુરિન નામના પ્રોટીન મેટાબોલિઝમના વિકારથી થાય છે. લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. વ્યક્તિ જ્યારે થોડીવાર માટે બેસે અથવા ઊંઘે તો આ જ યુરિક એસિડ સાંધામાં ભેગું થઈ જાય છે, જે અચાનક ચાલવા અને ઊઠવામાં તકલીફ આપે છે. જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે ત્યારે તે સંધિવાનું સ્વરૂપ લે છે. યોગ્ય કાળજી ન લેવાથી ઘૂંટણમાં દુખાવો ઘર કરી જાય છે. આને કારણે કૃત્રિમ ઘૂંટણ લગાવવાની પરિસ્થિતિ આવી જાય છે.

શું કરવું જોઇએ?

જો તમને સાંધામાં થોડો પણ દુખાવો થાય અથવા શરીર અકડાઈ જાય તો સૌ પ્રથમ ડોક્ટરને મળો. નિયમિત દિનચર્યા પાળવાનો પ્રયત્ન કરો. ડોક્ટરની સલાહ પર નિયમિત કસરત કરો.

સંધિવા ટાળવા શું કરવું?

  • સંધિવાને કારણે કાર્ટિલેજને નુકસાન થાય છે. આ 70% પાણીથી બનેલા હોય છે, તેથી પુષ્કળ પાણી પીઓ.
  • કેલ્શિયમયુક્ત ખોરાક, જેમ કે દૂધ, ડેરી પ્રોડક્ટ્સ, બ્રોકોલી, સાલ્મન માછલી, પાલક, રાજમા, મગફળી, બદામ વગેરે ખાઓ.
  • વિટામિન C અને D સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી વિટામિન C અને Dથી ભરપૂર ખોરાક ખાઓ જેમ કે સ્ટ્રોબેરી, નારંગી, કિવિ, અનાનસ, કોબીજ, બ્રોકોલી, કોબીજ, દૂધ, દહીં, માછલી વગેરે.
  • થોડો સમય તડકામાં પણ પસાર કરો. આ વિટામિન Dનો ઉત્તમ સ્રોત છે.
  • વજન નિયંત્રણમાં રાખો. વધારે વજન હોવાને કારણે ઘૂંટણ, પગની ઘૂંટી અને હિપ્સના સાંધા પર દબાણ આવે છે.
  • નિયમિત વ્યાયામ કરવાથી સંધિવાનું જોખમ ઓછું થઈ શકે છે. પરંતુ એકવાર  ડોક્ટરની સલાહ ચોક્કસ લો.
  • પુષ્કળ ફળ અને શાકભાજી ખાઓ. તે ઓસ્ટિયો આર્થરાઇટિસ થતા અટકાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો