મેડિકલ સ્ટોર્સમાંથી દવા ખરીદતા સમયે રાખો લાલ નિશાનનું ધ્યાન, નહીંતર પડશે ભારે, જાણો અને શેર કરો

નાની-મોટી બિમારી થતા હંમેશા લોકો મેડિકલ સ્ટોર પર જઈ ડોક્ટરને પૂછ્યા વગર દવા ખરીદી લાવે છે. એવામાં કેટલીક વખત આવુ કરવું શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે. કેટલીક વખત તો નવી બિમારીઓ દર્દી ઘરે લઈ આવે છે. જેથી સરકાર આ મુદ્દે મહત્વની જાણકારીઓ આપી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારીમાં બતાવવામાં આવ્યું છે કે, દવાના પેકેટ પર લાલ લાઇન હોય તો, તે દવાનું સેવન ડોક્ટરની સલાહ વગર ન કરવું જોઈએ.

જાણો લાલ પટ્ટીનો શું છે મતલબ

દવાની સ્ટ્રિપ પર લાલ નિશાનનો મતલબ શું હોય છે – તેનો મતલબ છે કે, આ પ્રકારની દવા ડોક્ટરના પ્રિક્સિપ્શન વગર ન આપી શકાય.

– કોઈ પણ મેડિકલ સ્ટોરવાળા આ દવા ડોક્ટરના પ્રિક્સિપ્શન વગર ના વેચી શકે અથવા ના તે આવી દવાનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી શકે.

– એન્ટિબાયોટિક દવાના દુરઉપયોગને રોકવા માટે દવાઓ પર આ ખાસ લાલ રંગની પટ્ટી આપવામાં આવે છે.

– તમે હંમેશા દવાના પેકેટ પર Rx લખેલુ જોયું હશે. પરંતુ, શું તમે ક્યારે તેના વિશે વિચાર્યું છે. ઉલ્લેખનીય છે કે, જે દવાઓ પર Rx લખેલુ હોય છે, તે માત્ર ડોક્ટરની સલાહથી લેવી જોઈએ.

– જો ડોક્ટર આ પ્રકારની દવા લખીને આપે તો જ લેવી જોઈએ, નહી તો આ દવા તમારા શરીરને નુકશાન પહોંચાડી શકે છે.

– આ પ્રકારની દવાઓને માત્ર એવા જ ડોક્ટરો સજેસ્ટ કરે છે, જેમની પાસે નશિલી દવાઓનું લાયસન્સ પ્રાપ્ત હોય. નશિલી દવાના લાયસન્સ વગરના ડોક્ટર કે, મેડિકલ સ્ટોરવાળા આ પ્રકારની દવા બિલકુલ ન વેચી શકે.

– આ પ્રકારની દવાઓને માત્ર તમે સીધા મેડિકલ સ્ટોર પર જઈ ખરીદી નથી શકતા. આ દવાઓ એવા જ ડોક્ટર સજેસ્ટ કરી શકે જેમની પાસે આ દવાઓ વેચવાની પરવાનગી હોય છે. એટલે કે, આ દવા માત્ર ડોક્ટર જ તમને આપી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો